મોંઘવારી થમવાનું નામ નથી લઇ રહી. એક તરફ પેટ્રોલ-ડીઝલના ભાવ આસમાને પહોંચી ગયા છે ત્યારે હવે શાકભાજીના ભાવ પણ આસમાને પહોંચી ગયા છે. વાત કરીએ ભાવવધારાની તો કોરોના મહામારીની અસર કઠોળમાં પણ જોવા મળી છે.
આ વધતી જતી મોંઘવારીમાં હવે શાકભાજીના ભાવમાં પણ વધારો થઇ ગયો છે. મોટા ભાગે શાકભાજીમાં 20 રૂપિયા જેટલો વધારો જોવા મળી રહ્યો છે. જાવક બમણી થઇ જવાના કારણે ગૃહિણીઓ ત્રાહિમામ્ પોકારી ઉઠી છે.
શાકભાજીના ભાવમાં વધારો
-ગીલોડા 80 રૂપિયા પેહલા 60 રૂપિયા
-કોબીજ 60 રૂપિયા પેહલા 40 રૂપિયા
-ગવાર 100 રૂપિયા પેહલા 80 રૂપિયા
-રીંગણ 80 રૂપિયા પેહલા 60 રૂપિયા
-કેપ્સિકમ 80 રૂપિયા પેહલા 60
-ફ્લાવર 80 રૂપિયા પેહલા 60
કઠોળ જૂના ભાવ (રૂપિયા)
ચણા 60 70
ચોરી 80 90
કાબુલી ચણા 95 110
મઠ 90 100
મગ દાળ 95 80
તુવેર દાળ 90 110
ચણા દાળ 60 70