Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
मंगलवार, 15 अक्टूबर 2024
webdunia

કોરોનાકાળમાં 2020ના અંતિમ ક્વાટરમાં બિઝનેસ લીડર્સને બજાર પાસે કેવી છે અપેક્ષાઓ

કોરોનાકાળમાં 2020ના અંતિમ ક્વાટરમાં બિઝનેસ લીડર્સને બજાર પાસે કેવી છે અપેક્ષાઓ
, સોમવાર, 26 ઑક્ટોબર 2020 (09:12 IST)
વિશ્વરભરમાં કોરોના વાયરસની મહામારી આતંક જોવા મળી રહ્યો છે. કોરોના કહેર દિવસે ને દિવસે વધતો જાય છે. ત્યારે બિઝનેસથી માંડીને એક સામાન્ય વ્યક્તિ પોતાના ધંધા-રોજગાર અને નોકરીને લઇને સતત તાણ અનુભવી રહ્યો છે. સતત ચિંતા સતાવી રહી છે કે શું ફરી એકવાર દેશમાં મંદીનો માહોલ સર્જાશે. ધંધા-રોજગાર મંદા પડી જશે. કોરોનાની ધંધા રોજગાર પર કેવી વિપરિત પડશે તેને સતત ચિંતા જોવા મળી રહી છે. 
 
કોરોના વાઇરસથી અસરગ્રસ્ત અર્થવ્યવસ્થાને પુનર્જીવિત કરવા અને રોજગારી ઊભી કરવા માટે સરકાર દ્વારા વિવિધ યોજના જાહેર કરવામાં આવી છે. ઓટોમોબાઇલ, ટેક્સટાઇલ અને અન્ય ક્ષેત્રોમાં માંગનો ઘટાડો થયો છે. ત્યાર આજે વિવિધ ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલા દિગ્ગજના મત મુજબ કોરોનાકાળમાં 2020નું અંતિમ ક્વાર્ટર કેવું તે અંગે જણાવી રહ્યા છે. 
webdunia
"એફઆઈઆઈના ફ્લો પાછળ નિફ્ટી 12000નું સ્તર પાર કરે તેવી અપેક્ષા સાથે માર્કેટ માટે આઊટલૂક પોઝીટીવ છે. અનલોક-5માં આર્થિક રિકવરી સારી જોવા મળે તેવી પ્રબળ ધારણા છે. એકમાત્ર અવરોધ યુએસ પ્રમુખની 3 નવેમ્બરે યોજાનારી ચૂંટણી છે. જે રોકાણકારોને રિસ્ક ઓન મોડ પર જવા માટે ફરજ પાડી શકે છે. સ્થાનિકસ્તરે તહેવારો અગાઉ અર્થતંત્રમાં સારી રિકવરી પાછળ ત્રિમાસિક પરિણામો સારા રહેવાની અપેક્ષા છે. બજારમાં કોઈપણ ઘટાડો ક્વોલિટી ફ્રન્ટલાઈન સ્ટોક્સ ખરીદવા માટેની તક બની રહેશે."- આસિફ હિરાણી, ડિરેક્ટર, ટ્રેડબુલ્સ સિક્યૂરિટીઝ
webdunia
" હાલ  અને આવનારા સમય માટે  ટોવેલ બિઝનેસ અમને પ્રોમીસીંગ જણાય છે. કેમકે લોકો અત્યારે ખૂબ જ હાઈજીન કોન્સિયસ છે અને ટોવેલ્સમાં તેઓ વધુ પ્રોપર્ટીઝનો આગ્રહ રાખી રહ્યાં છે. જોકે આપણે કોટનના ભાવ અને  ઉપલબ્ધતા પર પણ ચાંપતી નજર રાખવી પડશે કેમકે મોટાભાગના એક્ષ્પોર્ટ  બિઝનેસિસ મહામારીને કારણે ખાલી થઈ ચૂકેલા સ્ટોર્સ ભરવા ઓવરટાઈમ કામ કરી રહ્યાં છે." - રોનક ચિરીપાલ, મેનેજીંગ  ડિરેક્ટર, નંદન ટેરી.
webdunia
"કોર્પોરેટ સેક્ટરની ઉદાસીનતાના લીધે બેંકોનો ક્રેડીટ ગ્રોથ નજીકના ભવિષ્યમાં વધવાની શક્યતા દેખાતી નથી. પરંતુ, રિટેલ સેક્ટરનો છેલ્લા ક્વાટરનો ક્રેડિટ ગ્રોથ બેંકો માટે એક  સિલ્વર લાઈનીંગ છે, તદુપરાંત, લોન રિસ્ટ્રક્ચરિંગ બાબતે કોર્પોરેટ જગતનું વલણ પણ બેંકોનું ભાવિ નક્કી કરશે. ચક્રવૃદ્ધિ વ્યાજ બાબતે સરકારે સુપ્રીમ કોર્ટમાં રજુ કરેલ પ્લાન પર સુપ્રીમ કોર્ટના નિર્ણય તથા ત્યારબાદ ભારત સરકાર દ્વારા બેંકોના રિકેપિટલાઇઝેશન બાબતે પોઝિટિવ પગલા જ  બેન્કિંગ સેક્ટરને વહેલા રિવાઇવ થવામાં મદદરૂપ થશે."- હિતેશ પોમલ, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ.
 
"કોવિડ રોગચાળાએ વિશ્વભરમાં આઇટી ઉદ્યોગને ફટકો પહોંચાડ્યો હતો જેમાં રેવન્યુમાં 5થી 10 ટકા ઘટાડો થયો હતો. કોવિડ સંબંધિત ઘટનાઓના કારણે એકંદરે નેગેટિવ અસર જોવા મળશે. પરંતુ મધ્યમથી લાંબા ગાળે ઉદ્યોગમાં તક જોવા મળી શકે છે કારણ કે ક્લાયન્ટ્સ તેમના ડિજિટલ ટ્રાન્સફોર્મેશનના પ્રવાસમાં આગળ વધી રહ્યા છે અને હાલની પરંપરાગત પ્રોસેસની જગ્યાએ ટેકનોલોજિકલ વિકલ્પો અપનાવી રહ્યા છે."- કિરણ સુતરિયા, ચેરમેન, "સીટા
 
"ભારત એ બંધ કરી શકાય તેવું અર્થતંત્ર નથી. એકંદરે જાન્યુઆરીમાં જે સ્તર હતો તેના કરતા અત્યારે બધું નીચે ચાલી રહ્યું છે પરંતુ વાસ્તવિક અર્થતંત્ર ઊંચકાઈ રહ્યું છે. તેમાં મેન્યુફેક્ચરિંગ સહિતના ક્ષેત્રો સામેલ છે. વૈશ્વિક આઇટી ઉદ્યોગમાં ભારતનું યોગદાન વધી રહ્યું છે. વિસ્તૃત બજારમાં આઇટી સ્ટોક્સ આઉટપરફોર્મ કરે તેવી શક્યતા છે. હાલની બજારની સ્થિતિ જોતા બજાર ઓલ ટાઇમ હાઇ નોંધાવી શકે છે અને આગામી ક્વાર્ટર સુધી 10,000ના સ્તર સુધી દરેક ઘટાડો ખરીદીની તક હશે."- રાકેશ લાહોટી, કો-ફાઉન્ડર, વેલ્થસ્ટ્રીટ
 
"ચાલુ સમયગાળામાં કોમોડિટી માર્કેટમાં ઘણા સારા પરિવર્તન જોવા મળેલા છે, જેમ કે એમ.સી.એક્સ. એક્સચેન્જ તરફ થી બુલડેક્સ ઈન્ડેક્સ લોન્ચ કરવામાં આવેલો હતો જેનાથી બુલિયન ટ્રેડરો માટે સોના-ચાંદી સિવાય પણ એક અલગ ટ્રેડિંગ પોઇન્ટ મળી રહ્યો.  તેમ છતાં એક ઓવરવ્યૂ પ્રમાણે માર્કેટ ના ટ્રેડરો માટે નજીક ના સમયમાં આવતા યુ.એસ. ઈકોનોમી ના પ્રેસિડેન્સીઅલ ઇલેકશન અને વૈશ્વિક સ્તર પર કોવીડ-૧૯ ના વધતા કેસો ચિંતા જનક બાબત રહેશે. તો આવી અનિશ્ચિતતા ઓ સામે અને લોકલ લેવલ પર આવનારા ફેસ્ટિવલ સીઝન નજીક છે તો સોના અને ચાંદી ના હાજર બજારમાં ખરીદી જોવા મળી શકે છે, સોનુ ૫૦૦૦૦ થી ૫૨૦૦૦ ની રેન્જમાં રહી શકે ઓવરઓલ પોઝિટિવ વલણ સાથે."- પ્રદિપ સંધીર, ડિરેક્ટર, બિલાઈન બ્રોકિંગ

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

4 દીકરીઓના 60 વર્ષના પિતાએ 20 વર્ષની છોકરી સાથે લગ્ન કર્યા, સુહાગરાતના દિવસે વધુએ ગર્યો દગો