Bullet Train Update: દેશની જનતા લાંબા સમયથી પ્રથમ બુલેટ ટ્રેન દોડાવવાની રાહ જોઈ રહી છે. દેશની પ્રથમ બુલેટ ટ્રેન મુંબઈ અને અમદાવાદ વચ્ચે દોડશે. તાજેતરમાં જ રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે બુલેટ ટ્રેનના ભાડાને લઈને ઈશારો કર્યો હતો. હવે તેમણે લોકસભામાં બુલેટ ટ્રેનની ટાઈમલાઈન વિશે જણાવ્યું.
અશ્વિની વૈષ્ણવે સંસદમાં એક લેખિત જવાબમાં જણાવ્યું હતું કે બુલેટ ટ્રેન ક્યારે શરૂ થશે તેની કોઈ પણ સમયરેખા ત્યારે જ આપી શકાય છે જ્યારે મહારાષ્ટ્રમાં જમીન સંપાદનનું કામ પૂર્ણ થાય. રેલવે પ્રધાન અશ્વિની વૈષ્ણવે લોકસભામાં એક લેખિત જવાબમાં જણાવ્યું હતું કે મહારાષ્ટ્રમાં જમીન સંપાદનમાં વિલંબને કારણે મુંબઈ અને અમદાવાદ વચ્ચે ચાલતા હાઈ સ્પીડ રેલ પ્રોજેક્ટ (MAHSR)માં વિલંબ થઈ રહ્યો છે.
બુલેટ ટ્રેનના ભાડા અંગે કર્યો હતો ઈશારો
તેમણે એ પણ જણાવ્યું કે કોવિડ-19ને કારણે પ્રોજેક્ટ પર કામ કરી રહેલી કંપનીને અંતિમ સ્વરૂપ આપવામાં વિલંબ થયો હતો. અંદાજિત કિંમત અને સમયમર્યાદા વિશે સાચી માહિતી જમીન સંપાદન પછી જ આપવામાં આવશે. આ પહેલા રેલવે મંત્રીએ બુલેટ ટ્રેનના ભાડા અંગે પણ સંકેત આપ્યા હતા
રેલવે મંત્રીએ કહ્યું હતું કે બુલેટ ટ્રેનના ભાડા અંગે હજુ કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી, પરંતુ તે લોકોની પહોંચમાં હશે. આ માટે ફર્સ્ટ એસીનો આધાર બનાવવામાં આવી રહ્યો છે, જે બહુ વધારે નથી. જેના પરથી માનવામાં આવે છે કે બુલેટ ટ્રેનનું ભાડું ફર્સ્ટ એસી જેટલું હશે.
'બુલેટ ટ્રેનનુ ભાડુ ફ્લાઈટ કરતા ઓછુ રહેશે
રેલવે મંત્રીએ એમ પણ કહ્યું હતું કે બુલેટ ટ્રેનનું ભાડું ફ્લાઇટ કરતાં ઓછું હશે અને સુવિધાઓ પણ સારી હશે. જોકે, તેમણે કહ્યું કે પ્રોજેક્ટ પૂર્ણ થયા બાદ જ ભાડું નક્કી કરવામાં આવશે. મુંબઈ અને અમદાવાદ વચ્ચે 320 કિમી પ્રતિ કલાકની ઝડપે બુલેટ ટ્રેન દોડાવવાનો પ્રસ્તાવ છે. બંને શહેરો વચ્ચેનું કુલ અંતર 508 કિમી છે અને તેમાં 12 સ્ટેશન હશે.
બીજી બાજુ થોડા દિવસો પહેલા મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે કહ્યું હતું કે રાજ્ય સરકારે મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેનના કામને ઝડપી બનાવવા માટે તમામ પ્રકારની મંજૂરીઓ આપી છે. તેમણે કહ્યું હતું કે, "જે પણ કેસો પેન્ડિંગ હતા, જંગલની મંજૂરી અને જમીન સંપાદન સિવાય, અન્ય બાબતો હતી.