Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
मंगलवार, 15 अक्टूबर 2024
webdunia

Budget Session Live- 2047 સુધી વિકસિત રાષ્ટ્ર બનવાનુ લક્ષ્ય મેળવીશુ - રાજનાથ સિંહ

nirmala sitharaman
, ગુરુવાર, 1 ફેબ્રુઆરી 2024 (13:14 IST)
- નાણામંત્રી નિર્મલા સીતારમણ આજે વર્ષ 2024 માટે વચગાળાનું બજેટ રજૂ કરશે. 
- આગામી લોકસભા ચૂંટણીને કારણે આ વચગાળાનું બજેટ બનવા જઈ રહ્યું છે 
- પ્રથમ બજેટની  164 વર્ષ પહેલા રજૂ કરવામાં આવ્યું હતું. 

સંસદનું બજેટ સત્ર બુધવારથી શરૂ થયું છે. આજે ગુરુવાર, 1 ફેબ્રુઆરી 20204 ના રોજ, કેન્દ્રીય નાણાં પ્રધાન નિર્મલા સીતારમણ સંસદમાં વચગાળાનું બજેટ રજૂ કરશે. આગામી લોકસભા ચૂંટણીને કારણે આ વચગાળાનું બજેટ બનવા જઈ રહ્યું છે. ચૂંટણી બાદ સંપૂર્ણ બજેટ રજૂ કરવામાં આવશે. મોદી સરકારના બીજા કાર્યકાળનું આ છેલ્લું બજેટ હશે. ચાલો આ બજેટ સત્રના તમામ અપડેટ્સ જાણીએ.

 
નાણામંત્રી નિર્મલા સીતારમણ પહોંચ્યા સંસદ ભવન, થોડી જ વારમાં બજેટ રજુ કરશે.
કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ સંસદ ભવન કોમ્પ્લેક્સ પહોંચ્યા. તેઓ પહેલા કેબિનેટ સાથે બેઠક કરશે. થોડા સમય બાદ બજેટ રજૂ કરવામાં આવશે.


સંસદ ભવનમાં યોજાઈ રહી છે કેન્દ્રીય કેબિનેટની બેઠક 
વચગાળાનું બજેટ રજૂ કરતા પહેલા સંસદ ભવનમાં કેન્દ્રીય કેબિનેટની બેઠક શરૂ થઈ ગઈ છે. થોડા સમય બાદ નિર્મલા સીતારમણ લોકસભામાં બજેટ રજૂ કરશે.

ખેડૂતોએ પણ અંતરિમ બજેટમાં રાહતની આશા વ્યક્ત કરી છે.
ગુરુવારે રજૂ થનારા બજેટથી ખેડૂતોને ઘણી અપેક્ષાઓ છે. જબલપુરના એક ખેડૂતે કહ્યું કે અહીં ઘણા ખેડૂતો વટાણાનું ઉત્પાદન કરે છે, જો કે, તેમને વેચાણની પૂરતી રકમ મળતી નથી. અમે આશા રાખીએ છીએ કે સરકાર તેમને તેમની પેદાશો વેચવા માટે યોગ્ય બજાર પ્રદાન કરશે.

બજેટ પહેલા શેરબજારની મજબૂત શરૂઆત 
ભારતીય શેરબજારે બજેટ પહેલા મજબૂત શરૂઆત કરી છે. બોમ્બે સ્ટોક એક્સચેન્જ ઇન્ડેક્સ સેન્સેક્સ ગુરુવારે 246 પોઇન્ટના વધારા સાથે 71,998.78 પર ખુલ્યો હતો. તે ખુલતાની સાથે જ 72,000ના આંકડાને સ્પર્શી ગયો છે.

2023 માં આવકવેરાના સ્લેબમાં કરવામાં આવ્યો હતો ફેરફાર 
 ગયા વર્ષે, સામાન્ય માણસને રાહત આપતા, સરકાર દ્વારા નવા ટેક્સ શાસન હેઠળ આવકવેરામાં મુક્તિ વધારીને 7 લાખ રૂપિયા કરવામાં આવી હતી. તેમજ 50,000 રૂપિયાનું પ્રમાણભૂત કપાત આપવામાં આવે છે. આ પછી, નવી કર વ્યવસ્થા હેઠળ 7.50 લાખ રૂપિયા સુધીની વેતન મેળવનારાઓની આવક કરમુક્ત થઈ ગઈ છે.


01:26 PM, 1st Feb
આ એક વોટ-ઓન-એકાઉંટ બજેટ છે - કોંગ્રેસ સાંસદ મનીષ તિવારી 
અંતરિમ બજેટ 2024 પર કોંગ્રેસ સાંસદ મનીષ તિવારીએ કહ્યુ કે આ એક વોટ ઓન-એકાઉંટ છે જેનો એકમાત્ર ઉદ્દેશ્ય ચાલુ નાણાકીય વર્ષની પહેલી ત્રિમાસિક માટે સરકારને મજબૂત બનાવી રાખવાનો છે. ચિંતાની વાત એ છે કે બજેટમા 18 લાખ કરોડ રૂપિયાની ખોટ છે. જેનો મતલબ છે કે સરકાર પોતાના ખર્ચ માટે ઉધાર લઈ રહી છે. આ સંખ્યા આવતા વર્ષે વધવાની છે. 
 
2047 સુધી વિકસિત રાષ્ટ્ર બનવાનુ લક્ષ્ય મેળવીશુ - રાજનાથ સિંહ 
રક્ષા મંત્રી રાજનાથ સિંહે અંતરિમ બજેટ 2024 પર કહ્યુ કે આ એક ઉત્સાહજનક બજેટ છે. અમને પૂરો વિશ્વાસ છે કે અમે 2047 સુધી એક વિકસિત રાષ્ટ્ર બનવાનુ લક્ષ્ય મેળવી લઈશુ. 
 
અર્થવ્યસ્થાને મજબૂત કરનારુ બજેટ - કેન્દ્રીય મંત્રી વીકે સિંહ 
અંતરિમ બજેટ 2024-25 પર કેન્દ્રીય મંત્રી વીકે સિંહે કહ્યુ કે બધુ વિકસિત ભારત માટે હશે. અર્થવ્યવસ્થાને મજબૂત કરવા માટે બજેટમાં દરેક વસ્તુ પર ચર્ચા કરવામાં આવી છે. 
 
આ ભાજપાનુ વિદાય બજેટ છે - અખિલેશ યાદવ 
બજેટ પર રિએક્શન આપતા કહ્યુ કે કોઈપણ બજેટ જો વિકાસ માટે નથી અને કોઈપણ વિકાસ જો લોકો માટે નથી તો તે વ્યર્થ છે. ભાજપ સરકારે જનવિરોધી બજેટોનો એક દસક પુરો કરીને એક શર્મનાક રેકોર્ડ બનાવ્યો છે. જે ફરી ક્યારેય નહી તૂટે કારણ હવે સકારાત્મક સરકાર આવવાનો સમય થઈ ગયો છે. આ ભાજપાનુ વિદાય બજેટ છે. 
 
સરકાર વૃદ્ધિને પ્રોત્સાહિત કરવા માટે આગામી પેઢીના સુધાર કરશે
સરકાર વૃદ્ધિને પ્રોસ્તાહિત કરવા માટે આગામી પેઢીના સુધાર કરશે અને આગામી પાંચ વર્ષ અભૂતપૂર્વ વૃદ્ધિવાળા રહેશે. નાણામંત્રી નિર્મલા સીતારમણે ગુરૂવારે અંતરિમ બજેટ રજુ કરતા આ વાત કરી. તેમણે અમૃતકાળની રણનીતિક રૂપરેખા રજુ કરતા કહ્યુ કે 2047 સુધી ભારત વિકસિત થશે અને દરેક દેશવાસીના સપના સાકાર થશે. 
 
જનસંખ્યાના પડકાર પર વિચાર કરાશે 
નાણામંત્રી  નિર્મલા સીતારમણે સંસદમાં કહ્યુ કે વધતી જનસંખ્યાના પડકાર પર વિચાર કરવા માટે કમિટીની રચના કરવામાં આવશે. 

12:12 PM, 1st Feb
અન્ય શહેરોમાં થશે મેટ્રો રેલનો વિસ્તાર 
નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યુ કે ટુરિઝમ માટે રાજ્યોને વ્યાજ મુક્ત લોન મળશે. મેટ્રો રેલનો વિસ્તાર અન્ય શહેરોમાં કરવામાં આવશે 
 
વર્ષો જૂના ટેક્સ વિવાદના મામલા પરત લેવામાં આવશે 
નાણામંત્રીએ કહ્યુ કે વર્ષો જૂના ટેક્સ વિવાદના મામલા પરત લેવામાં આવશે. તેમણે જણાવ્યુ કે કેટલાક મામલા તો વર્ષ 1960-70 ના પણ છે. ટેક્સ મામલા પરત લેવાથી 1 કરોડ ટેક્સપેયર્સને ફાયદો થશે. 
 
જનતાને હાલ ટેક્સમાં રાહત નહી મળે 
નાણામંત્રીએ કહ્યુ કે ડાયરેક્ટ ટેક્સ અને ઈનડારેક્ટ ટેક્સના દરોમાં હાલ કોઈ ફેરફાર કરવામાં નથી આવી રહ્યો. આ પહેલા જેવો જ રહેશે 

11:49 AM, 1st Feb
વર્ષ 2014 પહેલાના દરેક પડકારમાંથી બહાર આવ્યા છે
 
 - નાણામંત્રી વર્ષ 2014 પહેલાના દરેક પડકારમાંથી બહાર આવ્યા છે. આ બધું અમારી સરકારની યોગ્ય નીતિઓને કારણે થયું છે. જુલાઈમાં સરકાર વિકસિત ભારત માટેનો રોડમેપ નક્કી કરશે. 
 
સરકાર પ્રવાસનને પ્રોત્સાહન આપશે
 - નાણામંત્રી નાણામંત્રીએ કહ્યું કે આધ્યાત્મિક પ્રવાસન તરફ આકર્ષણ ઝડપથી વધ્યું છે. સરકાર આધ્યાત્મિક પ્રવાસનને પ્રોત્સાહન આપશે. આ ઉપરાંત ભારતના ટાપુઓમાં પણ વિકાસ કરવામાં આવશે. આનાથી પ્રવાસન વધશે અને રોજગારીનું સર્જન થશે.
 
ઉડ્ડયન ક્ષેત્રની કાયાપલટ થઈ છે 
- નાણામંત્રી નાણામંત્રીએ કહ્યું કે છેલ્લા 10 વર્ષમાં ઉડ્ડયન ક્ષેત્રની કાયાપલટ થઈ છે. UDAN યોજના હેઠળ 100 નવા એરક્રાફ્ટની ખરીદી કરવામાં આવી રહી છે. 517 નવા હવાઈ માર્ગો બનાવવામાં આવી રહ્યા છે. 

સરકારે રૂ. 11.1 લાખ કરોડનું કેપેક્સ જાહેર કર્યું, 
 
11.1 ટકા વધુ ઇન્ફ્રા પર ખર્ચ કરવામાં આવશે. સરકારે રૂ. 11.1 લાખ કરોડના મૂડી રોકાણની જાહેરાત કરી છે. ઊર્જા, ખનીજ અને સિમેન્ટ માટે ત્રણ નવા રેલવે કોરિડોર બનાવવામાં આવશે.
 
ઇ-બસને ટ્રાન્સપોર્ટ સિસ્ટમમાં સ્થાન મળશે.
નાણામંત્રીએ કહ્યું કે સરકાર ઇલેક્ટ્રિક વ્હીકલ ઇકોસિસ્ટમને પ્રોત્સાહન આપશે. ઈ-બસને ટ્રાન્સપોર્ટ સિસ્ટમમાં સ્થાન મળશે.
 
40 હજાર રેલગાડીના ડબ્બાને વંદે ભારતમાં બદલવામાં આવશે 
નાણામંત્રીએ કહ્યુ કે રેલ મુસાફરોની સુવિદ્યા માટે 40 હજાર રેલગાડીના ડબ્બાને વંદે ભારતની જેમ બદલવામાં આવશે. જેનાથી ટ્રેનોના પરિચાલનમાં સુધારો પણ થશે 
 
લખપતિ દીદી યોજનાનો દાયરો વધારવામાં આવ્યો 
 
નાણામંત્રીએ કહ્યુ કે દેશની 1 કરોડ મહિલાઓ લખપતિ દીદી બની છે. આ અન્ય મહિલાઓ માટે પ્રેરણા છે. તેમને સન્માનિત કરવામાં આવશે. આ સાથે જ લખપતિ દીદી યોજનાના દાયરાનુ લક્ષ્ય 2 કરોડથી વધારીને 3 કરોડ કરવામાં આવશે. 
 
મછલીપાલનને પ્રોત્સાહન મળશે - નાણામંત્રી 
સી ફૂડ નો નિકાસ બમણો થયો છે. જળ કૃષિ ઉત્પાદકતાને 3 ટનથી 5 ટન કરવામાં આવશે. રોજગારના 55 લાખ અવસરોનુ સૃજન કરવામાં આવશે. 

11:33 AM, 1st Feb
- એક કરોડ ઘરોને 300 યૂનિટ સોલર વીજળી ફ્રી - નાણામંત્રી 
નાણા મંત્રી કહ્યુ કે દેશના એક કરોડ ઘરોની છત પર સોલર પેનલ લગાવવામાં આવશે. લોકોને 300 યૂનિટ સોલર વીજળી ફ્રીમાં મળશે  
 
3 કરોડ ઘર બન્યા, હજુ 2 કરોડ વધુ ઘર બનાવીશુ 
નાણામંત્રીએ કહ્યુ કે મોદી સરકારના કાર્યકાળમાં પીએમ આવાસ યોજના ગ્રામીણ હેઠળ 3 કરોડ ઘર બનાવાયા. આ યોજના હેઠળ આગામી 5 વર્ષમાં 2 કરોડ વધુ ઘર બનાવીશુ 
 
અમે મોંઘવારીને વધુ વધવા દીધી નથી - નાણામંત્રી 
નાણામંત્રીએ બજેટ ભાષણમાં કહ્યુ કે વૈશ્વિક પડકારો છતા પણ સરકારે મોઘવારીને વધુ વધવા દીધી નથી. ટેક્સ રિફોર્મથી ટેક્સનો દાયરો વધ્યો છે. ગ્રામીણ વિસ્તારમાં 70 ટકા મકાન મહિલાઓને આપવામાં આવ્યા  
 

11:26 AM, 1st Feb
મહિલા આરક્ષણ, ટ્રિપલ તલાક જેવા મુદ્દાઓનો પણ ઉલ્લેખ
 
 નાણામંત્રીએ કહ્યું કે સરકાર દેશની મહિલાઓના સશક્તિકરણ માટે કામ કરી રહી છે. મહિલાઓને મુદ્રા યોજનામાંથી 30 કરોડ રૂપિયાની લોન આપવામાં આવી હતી. ટ્રિપલ તલાક વિરુદ્ધ કાયદો લાવવામાં આવ્યો. સંસદ અને વિધાનસભામાં મહિલાઓને અનામત આપવામાં આવી હતી.
 
વૈશ્વિક સ્તરે વધેલી મોંઘવારી આપણને પણ અસર કરી રહી છે.
નાણામંત્રીએ પોતાના બજેટ ભાષણમાં કહ્યું કે વૈશ્વિક અર્થવ્યવસ્થા ચિંતા વધારી રહી છે. વૈશ્વિક સ્તરે વધી રહેલી મોંઘવારી અને મંદીની અસર આપણા પર પડી રહી છે.
 
લોકોની સરેરાશ આવકમાં 50 ટકાનો વધારો થયો છે 
- નાણામંત્રી.નાણામંત્રી સીતારમણે સંસદમાં કહ્યું કે ભારતના લોકોની સરેરાશ આવકમાં 50 ટકાનો વધારો થયો છે. દેશમાં 15 નવા AIIMS બનાવવામાં આવ્યા છે. 390 નવી યુનિવર્સિટીઓ બનાવવામાં આવી છે. 1361 નવા બજારો ઉમેરાયા છે.
 
- દેશમાં 7 નવી IIT, 7 નવી IIM બનાવવામાં આવી.
નાણામંત્રીએ કહ્યું કે મોદી સરકાર દ્વારા 1.40 કરોડ યુવાનોને કૌશલ્યવાન બનાવવામાં આવ્યા છે. દેશમાં 7 નવી આઈઆઈટી, 7 નવી આઈઆઈએમ બનાવવામાં આવી છે.જેથી જનતાને વિકાસનો લાભ મળી રહ્યો છે.નાણામંત્રીએ સંસદમાં કહ્યું કે, સરકાર દ્વારા કરવામાં આવેલા વિકાસનો લાભ જનતાને મળી રહ્યો છે. દેશભરમાં 3000 નવી ITII ખોલવામાં આવી. - પીએમ મુદ્રા યોજનામાંથી લોન તરીકે 43 કરોડ રૂપિયા આપવામાં આવ્યા. 
 
34 લાખ કરોડ ગરીબોના ખાતામાં ટ્રાન્સફર થયા 
- નાણામંત્રી સીતારમણે કહ્યું કે મોદી સરકારે ગરીબોના ખાતામાં 34 લાખ કરોડ ટ્રાન્સફર કર્યા છે. PM સ્વાનિધિ તરફથી 18 લાખ વિક્રેતાઓને મદદ મળી છે. 

11:07 AM, 1st Feb
 
- સોનિયા ગાંધી બજેટ સત્ર માટે સંસદ ભવન પહોંચ્યા કોંગ્રેસ સાંસદ સોનિયા ગાંધી ગુરુવારે રજૂ થનારા વચગાળાના બજેટના સત્રમાં ભાગ લેવા માટે સંસદ ભવન પહોંચ્યા છે. હવે ટૂંક સમયમાં બજેટ સત્ર શરૂ થશે. 
 
- વચગાળાના બજેટમાં મધ્યમ વર્ગને મળી શકે છે રાહત 
 બજેટ 2024 ભારતના વધતા મધ્યમ વર્ગને ટેક્સમાં થોડી રાહત આપીને ખુશ કરી શકે છે. ટેક્સ સ્લેબને વધુ એડજસ્ટ કરી શકાય છે અને ફુગાવાના દબાણ અને સંબંધિત પડકારો સાથે સંઘર્ષ કરી રહેલા લાખો લોકોને ઝડપી રાહત આપવા માટે મુક્તિનો અવકાશ વિસ્તારી શકાય છે. વચગાળાના બજેટમાં આવકવેરા મુક્તિ મર્યાદામાં વધારો થવાની ધારણા છે.

કેબિનેટે વચગાળાના બજેટને મંજૂરી આપી 
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય કેબિનેટે લોકસભા ચૂંટણી પહેલા રજૂ થનારા વચગાળાના બજેટને મંજૂરી આપી દીધી છે.



ભ્રષ્ટાચાર, ભત્રીજાવાદ ખતમ - નાણામંત્રી નાણામંત્રી સીતારમણે પણ રાજકારણમાં ભત્રીજાવાદ અને ભ્રષ્ટાચારનો ઉલ્લેખ કર્યો છે. તેમણે કહ્યું કે તેમની સરકારે દેશમાં ભ્રષ્ટાચાર અને ભત્રીજાવાદનો અંત લાવ્યો. 
 
અર્થવ્યવસ્થામાં સકારાત્મક પરિવર્તન જોવા મળી રહ્યા છે - નાણા મંત્રી કેન્દ્રીય નાણા મંત્રી નિર્મલા સીતારમણે કહ્યું છે કે આ સરકારમાં દેશને નવી દિશા અને નવી આશાઓ મળી છે. દેશમાં રોજગારીની તકો ઝડપથી વધી છે. અર્થવ્યવસ્થામાં સકારાત્મક પરિવર્તન જોવા મળી રહ્યા છે.
 
80 કરોડ લોકોને મફતમાં રાશન આપી રહ્યા છે - નાણા મંત્રી 
કેન્દ્રીય નાણા મંત્રી નિર્મલા સીતારમણે સંસદમાં કહ્યુ કે મોદી સરકારે દેશના 80 કરોડ લોકોને મફતમાં અનાજ આપ્યુ છે. તેનાથી ગરીબોને મદદ મળી છે. 
 
સબકા સાથ સબકા વિકાસ પર કામ કરી રહી છે મોદી સરકાર 
નાણામંત્રી સીતારમણે અંતરિમ બજેટ રજુ કરી રહ્યા છે. તેમણે કહ્યુ કે મોદી સરકાર સબકા સાથ સબકા વિકાસ પર કામ કરી રહી છે. 10 વર્ષમાં અર્થવ્યવસ્થાએ સારુ પ્રદર્શન કર્યુ છે. 

2047 સુધી ભારત બનશે વિકસિત રાષ્ટ્ર -  નાણામંત્રી 
લોકસભામાં બજેટ ભાષણ દરમિયાન નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું કે વર્ષ 2047 સુધીમાં ભારત વિકસિત રાષ્ટ્ર બની જશે. 
 
મોદી સરકારે ખેડૂતોને મજબૂત કર્યા - નાણામંત્રી 
સીતારમણે સંસદમાં કહ્યું કે, મોદી સરકારે કિસાન સન્માન નિધિ અને પીએમ ફસલ યોજના દ્વારા અન્નદાતાને આર્થિક રીતે મજબૂત બનાવ્યા છે. સરકારની નીતિ ખેડૂતોના ભલા માટે રહી છે. 
 
25 કરોડ લોકોને ગરીબીમાંથી બહાર લાવવામાં આવ્યા છે. 
બજેટ રજૂ કરતી વખતે નાણામંત્રી સીતારમણે કહ્યું કે અમે ગરીબોના વિકાસમાં વિશ્વાસ કરીએ છીએ. છેલ્લા 10 વર્ષમાં મોદી સરકાર દ્વારા 25 કરોડ લોકોને ગરીબીમાંથી બહાર લાવવામાં આવ્યા છે.


Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

માતા-પિતા આજીજી કરતા હતા, 3 ગુનેગારોએ બંદૂકની અણીએ સગીર પર સામૂહિક બળાત્કાર કર્યો; મધ્યરાત્રિએ ક્રૂરતા