સંસદીય મામલેની મંત્રી મંડળીય સમિતિની આજે સંસદ ભવનમાં બેઠક યોજાઇ. સંસદનું બજેટ સત્ર 31 જાન્યુઆરીથી શરૂ થશે. સામાન્ય રીતે બજેટ સત્ર ફેબ્રુઆરીના અંતિમ સપ્તાહમાં બોલાવામાં આવે છે પરંતુ આ વર્ષે બજેટ એક ફેબ્રુઆરીએ રજુ કરવામાં આવશે. બજેટ સત્રનું પહેલું સત્ર 31 જાન્યુઆરીથી ૯ જાન્યુઆરી સુધીનું હશે. 31 જાન્યુઆરીએ રાષ્ટ્રપતિ સંસદના બંને સત્રોને સંબોધિત કરશે. જ્યારે આર્થિક સર્વેક્ષણ 31 જાન્યુઆરીએ લાવામાં આવશે.
બજેટ સત્રને પહેલા બોલાવામાં આવી રહ્યું છે કારણ કે સરકાર ઇચ્છે કે વિવિધ સરકારી યોજના માટે નાણાની વહેંચણી એક એપ્રિલથી શરૂ થાય. આજ સમયથી નાણાકીય વર્ષની શરૂઆત થાય છે. ગૃહમંત્રી રાજનાથસિંહે બેઠકની અધ્યક્ષતા કરી નાણામંત્રી અરૂણ જેટલી , વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજ, સંસદીય કાર્યમંત્રી અનંતકુમાર સહિત અન્ય સીસીપીએના સભ્ય છે.