Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
मंगलवार, 15 अक्टूबर 2024
webdunia

રાજકોટમાં 10નો શેર 100માં લઈ જઈ સટ્ટો રમાડનાર સનફ્લાવર બ્રોકિંગના બ્રોકરની અટકાયત

Broker of Sunflower Broking arrested in Rajkot for betting by taking 10 shares to 100
, ગુરુવાર, 21 ડિસેમ્બર 2023 (18:48 IST)
Broker of Sunflower Broking arrested in Rajkot for betting by taking 10 shares to 100
શેરબજારમાં છેલ્લા ઘણા સમયથી તેજી રહી છે અને એમાં અનેક કંપનીઓના શેરમાં 100 ટકાથી વધુનો વધારો જોવા મળ્યો છે. એમાં અમુક શેરબ્રોકરો નિશ્ચિત કંપનીમાં રોકાણ કરાવે છે અને ત્યાર બાદ ભાવમાં વધારો કરે છે. એ બાદ બજારમાં વહેંચી દે છે. એમાં રોકાણકારો ફસાઈ જાય છે. એ વાત સેબીના ધ્યાનમાં આવતાં રાજ્યભરમાં સેબીની ટીમ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા. એ અંતર્ગત રાજકોટમાં ભક્તિનગર સર્કલ પાસે આવેલા સનફ્લાવર બ્રોકિંગમાં તપાસ હાથ ધરી હતી અને બ્રોકરની અટકાયત કરી હતી. એમાં હાલ દસ્તાવેજો કબજે કરી તપાસ ચાલી રહી છે.રાજકોટમાં ભક્તિનગર સર્કલ પાસે આવેલી સનફ્લાવર બ્રોકિંગ નામની કંપનીમાં સેબીની ટીમ દ્વારા બુધવારે દરોડા પાડવામાં આવ્યા હતા અને તેના બ્રોકર હર્ષ રાવલની મોટા મવામાં સ્થિત ઘરેથી અટકાયત કરી હતી. સેબીની ટીમ દ્વારા લેપટોપ સહિતની સામગ્રી તપાસવામાં આવતાં જંગલેશ્વરમાં રહેતા સલીમના એકાઉન્ટમાં મોટી રકમની લેવડદેવડ થઈ હોવાનું બહાર આવતાં સેબીની ટીમ જંગલેશ્વરમાં પહોંચી હતી, પરંતુ સલીમ ત્યાંથી મળ્યો નહોતો. એ બાદ સેબીની ટીમ એજી ચોકમાં આવેલી અન્ય એક શેરબ્રોકરની ઓફિસે પહોંચી હતી અને તપાસ હાથ ધરી હતી. સેબીના અધિકારીઓએ ખાનગી રાહે તપાસ કર્યા બાદ સામૂહિક દરોડા પાડ્યા હતાં. સેબીના અધિકારીઓ દ્વારા અલગ અલગ 100 જેટલાં સ્થળે દરોડા પાડવામાં આવ્યા હતા. સેબિની ટીમે ગુજરાતના બે મોટા ઓપરેટરોને ત્યાં દરોડા પાડ્યા હતા. ત્યાર બાદ રાજકોટની લિંક મળતાં શહેરના ભક્તિનગર સર્કલ પાસે આવેલા શેરબ્રોકરને ત્યાં દરોડા પાડી એક વ્યક્તિની અટકાયત કરી અન્ય જગ્યાઓએ તપાસ હાથ ધરી છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

અમદાવાદમાં આજે કોરોનાના વધુ 6 કેસ નોંધાયા, આરોગ્ય તંત્ર દોડતું થયું