માર્ચ મહિનો શરૂ થવાનો છે. આવી સ્થિતિમાં, તે જાણવું અગત્યનું છે કે આવતા મહિનામાં કેટલા દિવસો માટે બેંકો બંધ રહેશે, જેથી જો તમારી પાસે બેંક સાથે સંબંધિત કોઈ કામ હોય, તો આ લિસ્ટ ચેક કરી તમારા બેંકના બધા કામ પતાવી લો. આ મહીનામાં બેંક 11 દિવસ બંધ રહેવાના છે.
આ દિવસે બેંકોમાં રજા
7 માર્ચે- રવિવાર હોવાથી બંધ રહેશે.
11 માર્ચ- આ દિવસે મહાશિવરાત્રી છે, જેની મોટાભાગના રાજ્યોમાં ઉજવણી કરવામાં આવે છે. આ દિવસે બેંક બંધ રહેશે.
13 માર્ચ- બીજો શનિવાર છે. બેંક બંધ રહેશે.
14 માર્ચ- આ દિવસે રવિવાર છે, જેથી બેંકો બંધ રહેશે.
21 માર્ચ- રવિવાર છે, બેંકોમાં રવિવારની રજા રહેશે
22 માર્ચ- બિહાર દિવસના કારણે બિહારની બેંકોમાં રજા રહેશે.
27 માર્ચ- ચોથો શનિવાર છે, જેને કારણે બેંક બંધ રહેશે.
28 માર્ચે- રવિવાર હોવાથી બેંક બંધ રહેશે.
29, 30 માર્ચ- હોળી-ધુળેટીનો તહેવાર છે, જેના કારણે બેંકોમાં રજા રહેશે.