Webdunia - Bharat's app for daily news and videos

Install App

1 January 2022: 1 જાન્યુઆરીથી બદલાય જશે આ 8 નિયમ, તમારા ખિસ્સા પર પડશે સીધી અસર

Webdunia
શનિવાર, 1 જાન્યુઆરી 2022 (20:50 IST)
1 January 2022:  નવા વર્ષમાં 1 જાન્યુઆરી, 2022 થી તમારા જીવન સાથે જોડાયેલા ઘણા નિયમો બદલાશે. આ નિયમોમાં જમા, ડેબિટ અને ક્રેડિટ કાર્ડથી બેંકમાંથી પૈસા ઉપાડવા સંબંધિત નિયમો છે. જીએસટી કાયદામાં ફેરફાર થશે. GST કાઉન્સિલે ફૂટવેર અને ટેક્સટાઈલ સેક્ટરમાં ઈન્વર્ટેડ ડ્યુટી સ્ટ્રક્ચરમાં પણ કેટલાક ફેરફારો કર્યા છે. આ તમામ ફેરફારો 1 જાન્યુઆરી, 2022થી અમલમાં આવશે. આવો જાણીએ આ નિયમો વિશે.
 
બદલાય જશે ક્રેડિટ કાર્ડ અને ડેબિટ કાર્ડ વાપરવાના નિયમો 
1 જાન્યુઆરીથી ડેબિટ અને ક્રેડિટ કાર્ડ દ્વારા ચૂકવણીનો મોડ બદલાશે. ઓનલાઈન પેમેન્ટ (Online Payment)ને વધુ સુરક્ષિત બનાવવા માટે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા(RBI) નિયમોમાં ફેરફાર કર્યો છે. હવે ઓનલાઈન પેમેન્ટ કરતી વખતે તમારે 16 અંકના ડેબિટ અથવા ક્રેડિટ કાર્ડ નંબર સહિત તમામ કાર્ડની વિગતો ભરવાની રહેશે. એટલે કે, હવે વેપારીની વેબસાઇટ કે એપ ઓનલાઈન શોપિંગ અને ડિજિટલ પેમેન્ટ દરમિયાન તમારા કાર્ડની વિગતો સ્ટોર કરી શકશે નહીં. અગાઉ સાચવેલી કોઈપણ માહિતી કાઢી નાખવામાં આવશે.
 
રોકડ ઉપાડનો ચાર્જ લેવામાં આવશે
 
ઈન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંક (India Post Payments Bank -IPPB) બેંકના ખાતાધારકોએ એક મર્યાદાથી વધુ રોકડ ઉપાડવા અને જમા કરાવવા માટે ચાર્જ ચૂકવવો પડશે. આ નિયમ 1 જાન્યુઆરી, 2022થી લાગુ થશે. IPPBમાં ત્રણ પ્રકારના બચત ખાતા ખોલી શકાય છે. જેમાં અનેક પ્રકારની સુવિધાઓ આપવામાં આવે છે. ઈન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેંક અનુસાર, બેઝિક સેવિંગ્સ એકાઉન્ટમાંથી દર મહિને ચાર વખત રોકડ ઉપાડવાનું મફત છે. પરંતુ તે પછી દરેક ઉપાડ માટે ઓછામાં ઓછા 25 રૂપિયા ચૂકવવા પડશે. જોકે, બેઝિક સેવિંગ્સ એકાઉન્ટમાં પૈસા જમા કરાવવા માટે કોઈ ચાર્જ લાગશે નહીં.
 
1 જાન્યુઆરીથી ATMમાંથે પૈસા કાઢવા પડશે મોંઘા 
 
આવતા મહિનાથી ગ્રાહકોને ફ્રી ATM ટ્રાન્ઝેક્શન મર્યાદા પાર થઈ જશે તો ગ્રાહકોએ વધુ ચૂકવણી કરવી પડશે. જૂનમાં, ભારતીય રિઝર્વ બેંક (RBI) એ બેંકોને એટીએમમાંથી મફત માસિક ઉપાડ માટે 1 જાન્યુઆરી, 2022 થી એક મર્યાદા કરતાં વધુ ચાર્જ વધારવાની મંજૂરી આપી હતી. દરેક બેંક દર મહિને રોકડ અને નોન-કેશ એટીએમ વ્યવહારો આપે છે. હવે 1 જાન્યુઆરીથી ફ્રી લિમિટ પછી ચાર્જ ચૂકવવો પડશે. આરબીઆઈની માર્ગદર્શિકા મુજબ, એક્સિસ બેંક અથવા અન્ય બેંકના એટીએમમાં ​​મફત મર્યાદાથી વધુ નાણાકીય વ્યવહારો પર રૂ. 21 વત્તા GST લાગશે.
 
બદલાય જશે Google ના નિયમ 
 
તમારા પેમેન્ટ કાર્ડની વિગતો Google Play Store પર સેવ કરવામાં આવશે નહીં. પહેલેથી દાખલ કરેલ કોઈપણ માહિતી કાઢી નાખવામાં આવશે. ચુકવણી કરવા માટે તમારે તમારી માહિતી ફરીથી દાખલ કરવાની જરૂર પડશે.
 
LPG રસોઈ ગેસ સિલેંડર પ્રાઈસ 
 
એલપીજીના ભાવ દર મહિનાની પહેલી તારીખે નક્કી કરવામાં આવે છે. આ વખતે જોવાનું રહેશે કે 1 જાન્યુઆરી 2022ના રોજ નવા વર્ષના દિવસે સિલિન્ડરના ભાવ વધે છે કે નહી.
 
જૂતા અને રેડીમેડ ગારમેંટ્સ પર પણ આપવો પડશે GST
 
નવા ટેક્સ રેટ મુજબ હવે જૂતા પર 12 ટકા ટેક્સ લાગશે અને હવે જૂતાની કિંમત કેટલી છે તેનાથી કોઈ ફરક પડતો નથી. એટલે કે 100 રૂપિયાના શૂઝ પર 12 ટકા ટેક્સ ચૂકવવો પડશે. કપાસ સિવાયના તમામ કાપડ ઉત્પાદનો પર 12 ટકા જીએસટી લાગશે. તૈયાર વસ્ત્રો પર પણ 12% GST લાગશે.
 
ઓનલાઈન ઓટો રાઈડ પર પણ આપવો પડશે જીએસટી 
 
સ્ટાર્ટઅપ દ્વારા આપવામાં આવતી પરિવહન સેવા પર પણ 5% GST લાગશે. જો ઑટોરિક્ષા ચાલક ઑફલાઇન મોડમાં સેવા પ્રદાન કરે છે, તો GST લાગુ થશે નહીં.
 
ઓનલાઈન ફુડ ઓર્ડર કરવા પર પણ આપવો પડશે GST
 
1 જાન્યુઆરીથી, સ્વિગી અને ઝોમેટો જેવા ઈ-કોમ સ્ટાર્ટઅપ્સ તેમના દ્વારા આપવામાં આવતી સેવાઓ પર GST વસૂલશે. તેઓએ હવે આવી સેવા માટેનું ચલણ સરકારમાં જમા કરાવવાનું રહેશે. જો કે, આનાથી ફાઇનલ કોસ્ટર્સ એટલે કે તમારા ખિસ્સા પર વધારે બોજ નહીં પડે. અત્યારે રેસ્ટોરન્ટ પણ આ જ ટેક્સ વસૂલ કરી રહી છે. સરકારે આ પગલું એટલા માટે લીધું કારણ કે ફૂડ ડિલિવરી એપ્સે છેલ્લા 2 વર્ષમાં 2000 કરોડનું ખરાબ પ્રદર્શન દર્શાવ્યું હતું. સરકારને લાગે છે કે આમ કરવાથી ટેક્સ કલેક્શનમાં વધારો થશે

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈનો ભાઈ અનમોલ બિશ્નોઈ અમેરિકન પોલીસની કસ્ટડીમાં, જાણો શું છે ભારતની માંગ?

માતા વૈષ્ણોદેવીના ભક્તોને ભેટ, બસ 6 મિનિટમાં કરી શકશે દર્શન, જાણો કેવી રીતે

જેના મૃત્યુ પર તેઓ શોક વ્યક્ત કરી રહ્યા હતા તે જીવતો પાછો ફર્યો ત્યારે પરિવાર ડરી ગયો

બહેનની ડોલી પહેલાં ભાઈની અર્થી ઉઠી, લગ્નમંડપમાં જતાં બદમાશોએ તેને ઘેરી લીધો

Maharashtra Election: રાહુલ ગાંધીનો મોટો આરોપ, બોલ્યા - મહારાષ્ટ્રના પ્રોજેક્ટ છીનવીને બીજા રાજ્યને આપ્યા

આગળનો લેખ
Show comments