Festival Posters

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Amul Milk rate- દૂધના ભાવમાં મોટી રાહત, અમૂલ અને મધર ડેરીનું દૂધ થશે સસ્તું,

Amul Milk rate
, સોમવાર, 8 સપ્ટેમ્બર 2025 (11:55 IST)
લાખો પરિવારોને ફાયદો પહોંચાડવાના પગલામાં, અમૂલ અને મધર ડેરીના દૂધના ઉત્પાદનોના ભાવ 22 સપ્ટેમ્બરથી ઘટવાની ધારણા છે. સરકારે GST કાઉન્સિલની બેઠકમાં દૂધને GST મુક્ત કરવાની યોજના બનાવી છે. આ ફેરફારથી દૂધના ઉત્પાદનો પરનો વર્તમાન 5% GST દૂર થશે. આનાથી દૂધના પેકેટના ભાવમાં સીધો (0 GST) ઘટાડો થશે.
 
જો આપણે મે 2025 સુધીના ડેટા પર નજર કરીએ તો, અમૂલ અને મધર ડેરી બંનેના છૂટક ભાવમાં 5% GSTનો સમાવેશ થાય છે. અમૂલના કિસ્સામાં, અમૂલ ગોલ્ડ (કુલ ક્રીમ દૂધ)ની કિંમત શદ્ધ પ્રતિ લિટર છે, જ્યારે અમૂલ ફેશ (ટોન્ડ દૂધ)ની કિંમત 57 પ્રતિ લિટર છે.
અમૂલ ટી સ્પેશિયલનો ભાવ પ્રતિ લિટર 63, ભેંસનું દૂધ 75
 
એ જ રીતે, મધર ડેરીનું ફુલ ક્રીમ દૂધ 69 પ્રતિ લિટર અને ટોન્ડ દૂધ 57 પ્રતિ લિટર છે. મધર ડેરીમાં ભેંસનું દૂધ 57 પ્રતિ લિટર, ગાયનું દૂધ 59 પ્રતિ લિટર, ડબલ ટોન્ડ દૂધ 55 પ્રતિ લિટર અને ટોકન દૂધ (બલ્ક) ×54 પ્રતિ લિટર છે.
 
22 સપ્ટેમ્બર, 2025થી દૂધના ભાવમાં ઘટાડો થવાની ધારણા છે. સરકાર હાલમાં પેકેજ્ડ દૂધ પર લાદવામાં આવતા 5% GSTને દૂર કરવાની યોજના બનાવી રહી છે. સરકારની યોજના મુજબ, દૂધના ભાવમાં પ્રતિ લિટર લગભગ રૂપિયા 3 થી રૂપિયા 4નો ઘટાડો થશે.  

કયા પ્રકારનું દૂધ સસ્તું થશે ?

  • અમૂલ ગોલ્ડ (ફુલ ક્રીમ) – રૂપિયા 69 થી 65-66
  • અમૂલ ફ્રેશ (ટોન્ડ મિલ્ક) – રૂપિયા 57 થી 54-55
  • અમૂલ ટી સ્પેશિયલ – રૂપિયા 63 થી 59-60
  • ભેંસનું દૂધ – રૂપિયા 75 થી 71-72
  • ગાયનું દૂધ – રૂપિયા 58 થી 55-57
  • મધર ડેરી ફુલ ક્રીમ – રૂપિયા 69 થી 65-66
  • મધર ડેરી ટોન્ડ મિલ્ક – રૂપિયા 57 થી 55-56
  • મધર ડેરી ભેંસનું દૂધ – રૂપિયા 74 થી 71
  • મધર ડેરી ગાયનું દૂધ – રૂપિયા 59 થી 56-57
  •  
  •  
  • મધર ડેરીના કિસ્સામાં ફુલ ક્રીમ દૂધના ભાવમાં પ્રતિ લિટર 53.45 સુધી ઘટી શકે છે ત્યારે તેના ભાવ ર્65 થી 766ની આસપાસ રહે તેવી ધારણા છે. ટોન્ડ દૂધમાં પ્રતિ લિટર 555 થી 56 સુધી રહે તેવી ધારણા છે અને ભેંસના દૂધમાં પ્રતિ લિટર 73.70 જેટલો ઘટાડો થઈ શકે છે જેના કારણ ભાવ 571 સુધી રહે તેવી શક્યતા છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ચૈતર વસાવાને જેલમાથી આવ્યા બહાર, 63 દિવસ પછી વિધાનસભા સત્રમાં હાજર રહેવા માટે મળ્યા 3 દિવસના જામીન