Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
मंगलवार, 15 अक्टूबर 2024
webdunia

આવતા મહિનાની આ તારીખથી Amazonથી સામાન મંગાવવો પડશે મોંઘો, જાણો શુ છે કારણ

આવતા મહિનાની આ તારીખથી  Amazonથી સામાન મંગાવવો પડશે મોંઘો, જાણો શુ છે કારણ
, મંગળવાર, 23 નવેમ્બર 2021 (18:00 IST)
Amazon માંથી જલ્દી સામાન મંગાવવો અને અમેજન પ્રાઈમ પર રહેલા શો અને વીડિયો જોવા આવતા મહિનાની તમારા ખિસ્સા પર ભારે પડશે. કારણ કે અમેજોન પ્રાઈમ મેમ્બરશિપ (Amazon Prime Membership)ની કિમંતમાં ડિસેમ્બરમા 50 ટકા સુધીનો વધારો જોવા મળશે. અમેજન એપ દ્વારા આવેલ એક નવો સ્ક્રીનશોટ ચોખવટ કરે છે કે હાલ મળનારા ઈયરલી પ્રાઈમ સબ્સક્રિપ્શન જેની કિમંત 999 રૂપિયા છે તે 13 ડિસેમ્બર સુધી પ્રભાવી રહેશે. ત્યારબાદ અમેજન પ્રાઈમ સબ્સક્રિપ્શનની કિમંત 1499 રૂપિયા થઈ જશે. એટલે કે લગભગ 50 ટકા વધી જશે. 
 
 
Desi Dime ની ચર્ચા દરમિયાન એક ગ્રુપ મેંબરે અમેજન એપની આ સ્ક્રીનશોટ શેયર કરી છે. જેમા 13 ડિસેમ્બરથી અમેજન પ્રાઈમ સબ્સક્રિપ્શન કિમંતો પર સ્વિચ થવાની ચોખવટ કરવામાં આવી છે. 
 
Amazon Primeની આટલી રહેશે નવી કિમંત 
 
આ સમયે અમેજન પ્રાઈમ સબ્સક્રિપ્શનનો વાર્ષિક પ્લાન 999 રૂપિયાનો છે, જે 13 ડિસેમ્બર પછી 1,499 રૂપિયાનો થઈ જશે. ત્રણ મહિનાના પ્લાનની કિમંત હાલ 329 રૂપિયા પણ પછી વધીને 459 રૂપિયા થઈ જશે. બીજી બાજુ એક મહિનાવાળા પ્લાનની કિમંત 129 રૂપિયા છે પણ હવે વધીને તે 179 રૂપિયા થવાનો છે. 
 
જે યુઝર્સને પોતાના અમેજન પ્રાઈમ સબ્સક્રિપ્શનને રિચાર્જ કરવાનુ છે, તેમણે તેને જલ્દીથી જલ્દી રિચાર્જ કરી લેવુ જોઈએ. કારણ કે વાર્ષિક સદસ્યતા ફી 500 રૂપિયા સુધી વધી જશે.  Amazon એ નવી પ્રાઈમ મેબરશિપ ફીસને પોતાના વેબપેજને પણ અપડેટ કરવામાં આવ્યુ છે. જૂની કિમંતો પર સબ્સક્રિપ્શન ખરીદવાની અંતિમ તારીખ હવે 13 ડિસેમ્બર બતાવાઈ છે. Amazon Prime સબ્સક્રિપ્શન પ્રાઈમ વીડિયો અને પ્રાઈમ મ્યુઝિક કંટેટ સુધી પહોંચ પણ પ્રદાન કરે છે. આ ઉપરાંત અમેજન પ્રાઈમ સદસ્યતા અમેજન પે આઈસીઆઈસીઆઈ બેંક ક્રેડિત કાર્ડ સાથે અમેજન ખરીદી પર અસીમિત 5 ટકા રિવોર્ડ પોઈંટ પણ આપે છે. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

કેએલ રાહુલ ઘાયલ, IND vs NZ ટેસ્ટથી બહાર, ટીમ ઈંડિયામાં આ ખેલાડીને મળ્યુ સ્થાન