Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
मंगलवार, 15 अक्टूबर 2024
webdunia

અમદાવાદ એરપોર્ટનો નવો રેકોર્ડ:એક વર્ષમાં મુસાફરોની સંખ્યા એક કરોડને પાર

Ahmedabad Airport New Record
, બુધવાર, 27 માર્ચ 2024 (15:24 IST)
Ahmedabad Airport New Record

અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટે (SVPIA) તાજેતરમાં એક મહત્ત્વપૂર્ણ રેકોર્ડ કર્યો છે. જેમાં ગત સોમવારે એક જ વર્ષમાં અત્યાર સુધીના સૌથી વધુ મુસાફરોને સેવા આપવાનો રેકોર્ડ સ્થાપિત કર્યો છે.

અગાઉ, 2019-20માં અમદાવાદ એરપોર્ટ ખાતે સૌથી વધુ 87,634 એરક્રાફ્ટ ટ્રાફિક મૂવમેન્ટ્સ (ATM) સાથે 1,15,63,887 મુસાફરોને સેવા આપવાનો રેકોર્ડ હતો. જ્યારે છેલ્લા એક વર્ષથી મુસાફરોની સંખ્યા એક કરોડને પાર પહોંચી ગઈ છે. જ્યારે 88 હજારથી વધુ ફ્લાઈટે લેન્ડિંગ-ટેકઓફ કરી નવો રેકોર્ડ સ્થાપ્યો છે. જોકે લેઝર અને બિઝનેસ પ્રવાસીઓ માટે SVPIAની ઉત્તમ સુવિધાઓને કારણે હવાઈ ટ્રાફિકમાં નોંધપાત્ર વધારો થયો છે. 25મી માર્ચે SVPIAએ ચાલુ નાણાકીય વર્ષ (2023-24)માં ગયા વર્ષની સરખામણીએ 14%ની વૃદ્ધિ સાથે 1,15,87,899 મુસાફરોને સેવા પૂરી પાડવાનો વિક્રમ સર્જ્યો છે. જેમાં અમદાવાદ એરપોર્ટ ખાતે 1,01,78,749 મુસાફરો નોંધાયા હતા. ગત નાણાકીય વર્ષ 2022-23ની સરખામણીએ 7%ની વૃદ્ધિ સાથે અમદાવાદ ખાતે 88,305 ફ્લાઇટ્સનું આવાગમન નોંધાયું હતું.
webdunia
Ahmedabad Airport New Record

પ્રવાસીઓની સંખ્યામાં આ અભૂતપૂર્વ વૃદ્ધિ એરપોર્ટમાં કરાયેલા નવા સુધારા અને કનેક્ટિવિટી વધારવાની કટિબદ્ધતા દર્શાવે છે. અમદાવાદ એરપોર્ટ 245થી વધુ દૈનિક ઉડાનની સુવિધા પૂરી પાડે છે. એરપોર્ટના બે ટર્મિનલ દ્વારા 32,150 સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય મુસાફરોને પરિવહનની સેવા આપવામાં આવે છે. જનરલ એવિએશન(G.A.) ટર્મિનલ વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ, જી-20, યુ-20 અને વર્લ્ડકપ મેચ જેવી મુખ્ય ઇવેન્ટ્સ અમદાવાદ ખાતે આવતાં વીવીઆઈપી મહેમાનોને ઉત્તમ સુવિધા આપવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે, ગત વર્ષે પેસેન્જર્સની સંખ્યામાં વધારો તેના કારણે નોંધાયો હતો.આગામી ઉનાળામાં અમદાવાદ એરપોર્ટ 8 એરલાઈન્સ અને 16 આંતરરાષ્ટ્રીય એરલાઇન્સ દ્વારા 40થી વધુ ડોમેસ્ટિક સ્થળોને જોડતી સેવા પૂરી પાડશે. જેમાં ગ્વાલિયર, નાંદેડ, સિલીગુડી, રાજકોટ અને ઔરંગાબાદમાં ડાયરેક્ટ ફ્લાઇટ્સ દ્વારા જોડવામાં આવી રહી છે. જ્યારે જબલપુર, વિશાખાપટ્ટનમ અને કોઇમ્બતુરને પણ ફ્લાઇટ્સ દ્વારા જોડવામાં આવશે. અમદાવાદ એરપોર્ટ પર હૈદરાબાદ, ભોપાલ, ગોવા, વારાણસી, બેંગલુરુ, કોલકાતા અને પૂણેની વધારાની ફ્લાઇટ શરૂ થશે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Tata Group IPO: કમાણીની મોટી તક