ગૌતમ અદાણી ગ્રુપની કંપની અદાણી પાવરે છત્તીસગઢની DB પાવરને સંપાદન કરવાની જાહેરાત કરી છે. કંપનીની આ ડીલ 7,017 કરોડ રૂપિયાના એન્ટરપ્રાઇઝ મૂલ્ય પર થઈ છે, આમ આ બંને કંપનીઓની વચ્ચે MOUનો શરૂઆતનો સમયગાળો 31 ઓક્ટોબર 2022 સુધીનો રહેશે, પરંતુ પરસ્પર સંમતિથી તેને આગળ વધારી શકાય છે.
અદાણી પાવરે કહ્યું કે પોતાની નિયમનકારી ફાઇલિંગમાં અદાણી ગ્રુપની કંપનીએ કહ્યું કે, 'સંપાદનથી કંપનીને છત્તીસગઢ રાજ્યમાં થર્મલ પાવરનું વિસ્તરણ કરવામાં મદદ મળશે.' જો કે, આ ડીલને ભારતીય સ્પર્ધા પંચમાંથી મંજૂરી મળવી પણ જરૂરી છે.
અહીં તમને જણાવી દઈએ કે, DB પાવર છત્તીસગઢના જાંજગીર ચાંપા જિલ્લામાં ચાલી રહેલા 2x600 મેગાવોટના થર્મલ પાવર પ્લાન્ટનું સંચાલન કરે છે. આ કંપનીની સ્થાપના ઓક્ટોબર 2006મા થઈ હતી. ડિલિજેન્ટ પાવર (DPPL) DB પાવરની હોલ્ડિંગ