Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Good News: બેંક કર્મચારીઓના પગારમાં થયો વધારો, જાણો કેન્દ્ર સરકારે મોંઘવારી ભથ્થામાં કેટલો કર્યો વધારો

Good News: બેંક કર્મચારીઓના પગારમાં થયો વધારો, જાણો કેન્દ્ર સરકારે મોંઘવારી ભથ્થામાં કેટલો કર્યો વધારો
નવી દિલ્હી. , બુધવાર, 11 ઑગસ્ટ 2021 (21:44 IST)
કોરોના વાયરસ મહામારીના સમયમાં કેન્દ્રની મોદી સરકાર  (Modi Government) એ સરકારી કર્મચારીઓને ફરી ખુશખબર આપ્યા છે. આ વખતે સારા સમાચાર સાર્વજનિક ક્ષેત્રના બેંકોને 8 લાખથી વધુ કર્મચારીઓને મોંઘવારી ભથ્થુ  (Dearness Allowance) વધારી દીધુ છે. સરકારી બેંકના કર્મચારીઓનુ વધેલુ વેતન ડીએ ઓગસ્ટ મહિનાની સેલેરીમાં જોડાઈને  (Salary Hike) મળશે. કેન્દ્રએ તેમના ડીએમાં 2.10 ટકાનો વધારો (DA Hike) કર્યો છે. 
 
કયા 3 મહિના માટે કર્યો વધારો 
 
સાર્વજનિક ક્ષેત્રના કર્મચારીઓને મોંઘવારી ભથ્થુ ઓગસ્ટ, સપ્ટેમ્બર, ઓક્ટોબર 2021 માટે વધારાયુ છે. બીજા શબ્દોમાં સમજો તો ડીએમમાં આ વધારો ફક્ત 3 મહિના માટે છે. તેને ઓલ ઈંડિયા એવરેજ કંજયુમર પ્રાઈસ ઈંડેક્સ (AIACPI) ના આંકડાના આધાર પર નક્કી કરવામાં આવ્યુ છે. આવો સમજો સાર્વજનિક ક્ષેત્રમાં કામ કરનારા લોકોને મોંઘવારી ભથ્થાની ગણતરી કેવી રીતે કરવામાં આવે છે. 
 
મોંઘવારી ભથ્થુ  = (છેલ્લા 3 મહિના માટે ગ્રાહક મૂલ્ય સૂચકાંકને સરેરાશ (બેઝ વર્ષ 2001 = 100) -126.33) x100
 
જુદી કેટેગરીના કર્મચારીઓને વેતન જુદુ 
 
સરકારી બેંક કર્મચારીઓનો પગાર જુદી જુદી કેટેગરીમાં છે. જેમા બેંકના પ્રોબેશનરી ઓફિસરનો પગાર મહિને 40 થી 42 હજાર રૂપિયા હોય છે. તેમા બેસિક 27,620 રૂપિયા છે. તેના પર DA માં 2.10 ટકાનો વધારો થયો છે. પીઓ  માટે સર્વિસ હિસ્ટ્રીના નિયમો અનુસાર સમગ્ર સર્વિસ દરમિયાન 4 ઇન્ક્રીમેન્ટ આપવામાં આવે છે. પ્રમોશન પછી અધિકતમ બેઝિક સેલેરી 42,020 રૂપિયા હોય છે. ઇન્ડિયન બેન્ક્સ એસોસિએશન (IBA) અનુસાર, મે, જૂન અને જુલાઈ 2021 માટે ડીએનો આંકડો 367 સ્લેબ હતો. ઓગસ્ટથી ઓક્ટોબર માટે 30 સ્લેબનો વધારો થયો છે. આ આધારે હવે તેમનો ડીએ વધીને 27.79 ટકા થયો છે. અગાઉ મોંઘવારી ભથ્થું 25.69 ટકા હતું

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ઓબીસી સમુહને મોટી ભેટ, રાજ્યસભામાંથી પસાર થયુ અનામત બિલ, લોકસભામાંથી પહેલા જ મળી ચુકી છે મંજુરી