Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
मंगलवार, 15 अक्टूबर 2024
webdunia

1 ઓક્ટોબરથી બદલાય જશે LPG ના ભાવ અને પેંશનથી લઈને ચેકબુક સુધીના આ 5 નિયમ

1 ઓક્ટોબરથી બદલાય જશે LPG ના ભાવ અને પેંશનથી લઈને ચેકબુક સુધીના આ 5 નિયમ
, શુક્રવાર, 1 ઑક્ટોબર 2021 (08:28 IST)
1 ઓક્ટોબર  એટલે આજથી બેંકથી લઈને રોજબરોજના કાર્યો  સાથે જોડાયેલા ઘણા નિયમો બદલાશે. આ ફેરફારની અસર સામાન્ય માણસથી લઈને વ્યક્તિ વિશેષ પર પણ થશે. આવતા મહિને જે નિયમો બદલાઇ રહ્યા છે તે ચેક બુક, ઓટો ડેબિટ પેમેન્ટ, એલપીજી સિલિન્ડરની કિંમત અને  પેન્શન સંબંધિત નિયમો છે. શું બદલાવ થવાનો છે તેના પર આવો નાખીએ એક નજર 
 
1 એલપીજી સિલિન્ડર પડશે મોંઘો 
 
1 ઓક્ટોબરથી પેટ્રોલિયમ કંપનીઓ સ્થાનિક એલપીજીના દરો જાહેર કરે છે. LPG સિલિન્ડર આજથી લગભગ 36 રૂપિયા મોંઘુ થયું છે. રાહતની વાત છે કે આ વધારો 19 કિલો વ્યાપારી સિલિન્ડરમાં થયો છે. દિલ્હીમાં સબસિડી વગરના સ્થાનિક એલપીજી સિલિન્ડરની કિંમત હજુ પણ 884.50 રૂપિયા છે.
 
2 ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયા (FSSAI) એ 1 ઓક્ટોબર સુધીમાં ખાદ્ય પદાર્થો સાથે કામ કરતા તમામ દુકાનદારોને નોંધણી કરાવવાનો નિર્દેશ આપ્યો હતો. આજથી, ખાદ્ય પદાર્થો સાથે સંકળાયેલા દુકાનદારો માટે માલના બિલ પર FSSAI નો નોંધણી નંબર લખવો ફરજિયાત બની ગયો છે. હવે દુકાનથી લઈને  રેસ્ટોરન્ટ સુધી દુકાનદારોએ ડિસ્પ્લેમાં જણાવવું પડશે કે તેઓ કઈ ખાદ્ય ચીજોનો ઉપયોગ કરી રહ્યા છે.  ગ્રાહકોને બિલ પર FSSAI નો રજિસ્ટ્રેશન નંબર નહીં આપે તો દુકાનદાર સામે કાર્યવાહી કરવામાં આવશે, જેમા જેલ જવા સુધીની સજા છે.
 
જૂની ચેકબુક કામ નહી કરે 
 
ઓરિએન્ટલ બેંક ઓફ કોમર્સ (OBC), યુનાઇટેડ બેંક ઓફ ઇન્ડિયા (UBII) અને અલ્હાબાદ બેંકની જૂની ચેકબુક આજથી કામ કરશે નહીં. આ બેન્કોને અન્ય બેંકો સાથે મર્જ કરવામાં આવી છે, ત્યારબાદ ખાતાધારકોના ખાતા નંબર, ચેક બુક, IFSC અને MICR કોડ બદલવામાં આવ્યા છે. અત્યાર સુધી ગ્રાહકો જૂની ચેકબુકનો ઉપયોગ કરતા હતા, પરંતુ હવે તેઓ 1 લી ઓક્ટોબર એટલે કે આજથી તે કરી શકશે નહીં. આવી સ્થિતિમાં ખાતાધારકોએ નવી ચેકબુક મેળવવી પડશે.
 
પેન્શન નિયમોમાં ફેરફાર થશે
 
ડિજિટલ લાઇફ સર્ટિફિકેટ સંબંધિત નિયમ આજથી બદલાયો છે. દેશના તમામ વૃદ્ધ પેન્શનરો કે જેમની ઉંમર 80 વર્ષ કે તેથી વધુ છે તેઓ દેશની તમામ મુખ્ય પોસ્ટ ઓફિસોના જીવન પ્રમાણ કેન્દ્રમાં ડિજિટલ જીવન પ્રમાણપત્ર રજૂ કરી શકશે. આ માટે 30 નવેમ્બર સુધીનો સમય આપવામાં આવ્યો છે
 
દિલ્હીમાં પ્રાઈવેટ દારૂની દુકાનો બંધ
 
દિલ્હીમાં પ્રાઈવેટ દારૂની દુકાનો આજથી બંધ થઈ રહી છે અને 16 નવેમ્બર, 2021 સુધી બંધ રહેશે. ત્યાં સુધી માત્ર સરકારી દુકાનો જ ખુલશે. લાઇસન્સની ફાળવણી અંગે આ ફેરફાર કરવામાં આવ્યો હતો. દિલ્હીના ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયાના જણાવ્યા મુજબ, નવી એક્સાઈઝ પોલીસી રાજધાનીને 32 ઝોનમાં વહેંચશે. નવી માર્ગદર્શિકા મુજબ, 17 નવેમ્બરથી, નવી નીતિ હેઠળ આવતી દુકાનો જ ચલાવી શકશે.
 
ડીમેટ ખાતું નિષ્ક્રિય કરવામાં આવશે
 
સેબીએ ડીમેટ અને ટ્રેડિંગ ખાતા ધરાવતા લોકોને 30 સપ્ટેમ્બર 2021 પહેલા કેવાયસી વિગતો અપડેટ કરવા કહ્યું હતું. જો તમે અત્યાર સુધી તમારા ડીમેટ ખાતામાં કેવાયસી અપડેટ કર્યું નથી, તો તમારું ડીમેટ ખાતું સસ્પેન્ડ થઈ જશે અને તમે બજારમાં વેપાર કરી શકશો નહીં. જ્યાં સુધી તમે કેવાયસી અપડેટ નહીં કરો ત્યાં સુધી તે સક્રિય થશે નહીં
 
મ્યુચ્યુઅલ ફંડ રોકાણના નિયમોમાં થશે ફેરફાર 
 
માર્કેટ રેગ્યુલેટર સેબીએ મ્યુચ્યુઅલ ફંડ રોકાણ માટેના નિયમોમાં ફેરફાર કર્યો છે. નવા નિયમો મુજબ, એસેટ અન્ડર મેનેજમેન્ટ મ્યુચ્યુઅલ ફંડ હાઉસમાં કામ કરતા જુનિયર કર્મચારીઓને લાગુ પડશે. 1 ઓક્ટોબર, 2021 થી, MSC કંપનીઓના જુનિયર કર્મચારીઓએ તેમના પગારના 10 ટકા મ્યુચ્યુઅલ ફંડના એકમોમાં રોકાણ કરવું પડશે, જ્યારે 1 ઓક્ટોબર, 2023 સુધીમાં તબક્કાવાર, તે પગારના 20 ટકા હશે.
 
ઓટો ડેબિટ પેમેન્ટ પદ્ધતિ બદલાશે
 
1 ઓક્ટોબરથી ક્રેડિટ-ડેબિટ કાર્ડની ચુકવણી સંબંધિત નિયમો બદલાયા છે. આજથી તમારા ક્રેડિટ / ડેબિટ કાર્ડ દ્વારા કરવામાં આવેલ ઓટો પેમેન્ટનો નવો નિયમ લાગુ કરવામાં આવ્યો છે, જેના હેઠળ ગ્રાહકોને જણાવ્યા વગર બેન્કો આપના ખાતામાંથી નાણાં કાપી શકશે નહીં. બેંક તમને આ માટે અગાઉથી માહિતી આપશે, ત્યારબાદ જ  ચુકવણી તમારી બેંકમાંથી કરવામાંઆવશે.  ગ્રાહકના ખાતામાંથી પૈસા ત્યારે જ કપાશે જ્યારે તે આ માટે પરવાનગી આપશે

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

તમારુ બેસિક વેતન 15000થી વધીને થઈ શકે છે આટલુ, 1 ઓક્ટોબરથી મોદી સરકાર બદલશે સેલેરીના નિયમ