Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
मंगलवार, 15 अक्टूबर 2024
webdunia

આજથી બે દિવસ બેંક હડતાલ, સૂરતમાં 600 કરોડ રૂપિયાનુ ટ્રાંજેક્શન થશે પ્રભાવિત

આજથી બે દિવસ બેંક હડતાલ, સૂરતમાં 600 કરોડ રૂપિયાનુ ટ્રાંજેક્શન થશે પ્રભાવિત
, સોમવાર, 15 માર્ચ 2021 (11:23 IST)
કેન્દ્ર સરકાર દ્વારા કરવામાં આવેલ બેંક ખાનગીકરણના વિરોધમાં દેશભરની રાષ્ટ્રીયકૃત બેંકોના કર્મચારી સોમવાર અને મંગળવારે હડતાલ કરશે. તેમા સૂરતથી 15 હજાર કર્મચારી સામેલ થશે. બેંકોની હડતાલથી લગભગ 600 કરોડનુ ટ્રાંજેક્શન અવરોધાશે. 15 અને 16 માર્ચના રોજ હડતાલ પહેલા જ શહેરના બેંક કર્મચારીઓએ કાળુ માસ્ક પહેરીને વિરોધ કર્યો. 
 
દક્ષિણ ગુજરાતમાં ખાનગી અને સરકારી સહિત કુલ 45 બેંકોની 750 શાખાઓ છે. જ્યારે કે નેશનાલીઝ 11 બેંકોની 250 શાખાઓ છે. સૂરતમાં બે દિવસમાં હડતાલથી લગભગ 600 કરોડનુ ટ્રાજેક્શન અવરોધાશે. બેંક કર્મચારી સંગઠનનો આરોપ છે કે સરકાર બેંકોને ખાનગી કંપનીઓને સોંપવા માંગે છે. તેમણે વિદેશી રોકાણકારોના હવાલે બેંક કરવાનો આરોપ પણ લગાવ્યો છે. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

આ તે કેવો પુત્ર મોહ કે પુત્રીનું ગળું દબાવી કરી હત્યા, ડોક્ટરને કડી મળતાં ફૂટ્યો ભાંડો