અસામાન્ય માસિક ધર્મ સ્ત્રીઓ માટે અનેક પરેશાનીઓનું કારણ બની શકે છે. આ શરીરમાં લોહીની કમી, હાર્મોંસનુ અસંતુલન, પોષક તત્વોની કમી, વજન ઓછુ થવુ કે પછી જરૂર કરતા વધી જવુ, PCOS, ડાયાબિટીસ જેવી બીજી પણ સમસ્યા થાય છે. જેની અસર માસિક ધર્મ પર પડે છે. તેને વધુ સમય સુધી નજરઅંદાજ કરવાથી આરોગ્ય સાથે જોડાયેલી અનેક સમસ્યા ઉભી થઈ શકે છે. આ માટે તમે ઘરેલુ ઉપાય અપનાવીને પણ રાહત મેળવી શકો છો.
1. આયરન અને ફોલિક એસિડ - સ્ત્રીઓના શરીરમાં જ્યારે આ તત્વોની કમી થઈ જાય છે તો તેની અસર પીરિયડ્સ પર પડે છે. તમારા આહારમાં આયરનથી ભરપૂર ખોરાકનું સેવન કરો.
2. ગ્રીન પપૈયુ - ગ્રીન પપૈયુ આ સમસ્યાને દૂર કરવા માટે ખૂબ લાભકારી છે. મહિનામાં 2 વાર તેનુ સેવન કરવાથી સારી અસર પડે છે. પણ આ વાતનું ધ્યાન રાખો કે પીરિયડ્સ આવતા તેને ખાશો નહી.
3. વરિયાળી - રાત્રે 1 ટી સ્પૂન વરિયાળા 1 ગ્લાસ પાણીમાં પલાળીને મુકી દો. તેને સવારે ગાળીને પી લો. થોડા દિવસ સુધી રોજ તેને પીવાથી પીરિયડ્સ સંતુલિત થઈ જાય છે.
4. અંજીર - અંજીર ખાવાથી લોહીની કમી દૂર થાય છે. રોજ 1 અંજીરને 1 કપ પાણીમાં નાખીને ઉકાળી લો. તેને થોડા દિવસ સુધી પીવો. સતત તેનુ સેવન કરશો નહી. પીરિયડ્સ આવતા તેને ન પીવો.
5. એલોવેરા - એક ચમચી એલોવીરા જેલમાં થોડુ મધ નાખીને તેનુ સેવન નાસ્તો કરતા પહેલા કરો. તેનાથી પીરિયડ્સની અનિયમિતતામાં તેના ફાયદા મળશે.