ગર્મીના મૌસમમાં તડકાના કારણે સ્કિન પર કાળા ડાઘ એટલે કે સન બર્ન થઈ જાય છે. તેનાથી ત્વચાની ખૂબસૂરતી ડલ થઈ જાય છે. ઘરથી નિકળતા સમયે બૉડીને હમેશા ઢાંકીને રાખવું. સનબર્નથી છુટ્કારો મેળવા માટે તમે ઘરેલૂ ઉપચાર અજમાવીને પણ રાહત મેળવી શકો છો.
1. આઈસ ક્યૂબ- ગર્મીના મૌસમમાં ઠંડક મેળવા માટે નહાવાના પાણીમાં બરફના કેટલાક ટુકડા અને 1 ચમચી બેકિંગ સોડા નાખી લો. તે પાણીને અડધા કલાક સુધી એમજ રહેવા દો. ત્યારબાદ સૉફટ ટાવલ લઈને તે પાણીમાં પલાળીને નિચોવીને અને બૉડી સાફ કરી લો.
2. એલોવેરા- એલોવેરાની તાજી જેલ કાઢીને ફ્રિજમં 1 કલાક માટે મૂકી નાખો. ત્યારબાદ સનબર્ન વાળા ભાગ પર આ જેલથી મસાજ કરવું. તે અઠવાડિયામાં 2-3 વાર ઉપયોગ કરવું.
3. બ્લેક ટી- ચા પત્તી એંટાઓક્સીડેંટસથી ભરપૂર હોય છે. ઉકળેલી ચા-પત્તીને ઠંડા કરીને તેનાથી મસાજ કરવું. ત્યારબાદ પાણીથી સાફ કરી લો.
4. નારિયેળનો તેલ- નારિયેળનો તેલ શરીર પર કોઈ પણ રીતના ડાઘ દૂર કરવામાં મદદગાર છે. તેમાં રહેલ વિટામિન ઈ ઘણા સ્કિન પ્રોબ્લેમ દૂર કરે છે. સનબર્નથી પરેશાન છો તો દિવસમાં 2-3 વાર નારિયેળનો તેલ લગાવો.