પરસેવાના કારણે પ્રાઈવેટ પાર્ટની ખંજવાળથી છો પરેશાન તો અજમાવો આ ટિપ્સ
, મંગળવાર, 18 એપ્રિલ 2017 (14:12 IST)
ગરમીની ઋતુમાં પરસેવો આવવો એ સામાન્ય વાત છે. . પરસેવાથી સ્કિનને ઈંફેકશન થઈ જાય છે. મહિલાઓ માટે તો આ મૌસમમાં પરેશાનીઓ ત્યારે વધી જાય છે. જ્યારે પ્રાઈવેટ પાર્ટમાં ખંજવાળ શરૂ થઈ થઈ જાય છે. આ સમસ્યા વિશે તો છોકરીઓ ખુલીને વાત કરવામાં પણ શરમ અનુભવે છે. ખંજવાળની આ પરેશાનીનો યોગ્ય સમય પર સારવાર ન કરાય તો આ વધી શકે છે. તેનાથી રાહત મેળવવા માટે તમે ઘરેલૂ ઉપાય અજમાવીને રાહત મેળવી શકો છો.
1. સફરજનો સિરકા - એપ્પલ સાઈડર વિનેગર આરોગ્ય માટે ખૂબ ફાયદાકારી હોય છે અને આ કોઈ પણ રીતના ઈંફેક્શનને રોકવામાં પણ મદદગાર છે. દરરોજ 2 ચમચી સિરકાને હૂંફાળા પાણીમાં નાખી પ્રાઈવેટ પાર્ટને સાફ કરવું. દિવસમાં 2-3 વાર તેના ઉપયોગથી બહુ આરામ મળે છે.
2. બરફથી શેક - ખંજવાળથી પરેશાની માટે તમે આઈસિંગ પણ કરી શકો છો. તેના માટે સીધા બરફનો ઉપયોગ ન કરવો. કપડામાં બાંધીને તેને ઉપયોગ કરવો. દિવસમાં 2 વાર આઈસિંગ કરવાથી રાહત મળશે.
3. ચુસ્ત કપડા ન પહેરવા - ગરમીમાં ઈંફેકશનથી બચવા માટે કૉટનના અંડરગાર્મેંટ પહેરવા. આ સરળતાથી પરસેવો શોષી લે છે. ગંદા અને ચુસ્ત કપડા પણ ખંજવાળ કારણ બને છે. હમેશા સાફ અને ઢીલા કપડા જ પહેરવા.
4. દહીં - સવારે નાસ્તામાં દરરોજ ખાંડ વગરનું દહીં ખાવું. વધારે ખંજવાળ થતા પ્રાઈવેટ પાર્ટ પર દહીં પણ લગાવી શકો છો. તેનાથી ફાયદો થશે.
5. મીઠુવાળુ પાણી - ખંજવાળથી રાહત માટે પાણીમાં થોડું મીઠું મિક્સ કરી નહાવાથી બૉડીના બેક્ટીરિયા દૂર થઈ જાય છે. તેનાથી પ્રાઈવેટ પાર્ટને ધોવાથી પણ આરામ મળે છે.
આગળનો લેખ