દરરોજ જૈતુનના તેલની માલિશ કરો અને બેસન વડે વાળને ધુઓ.
દહીની અંદર લીંબુ નીચોડીને આમળાનો રસ અને બેસન ભેળવીને માથુ ધુઓ.
બાફ સ્નાન લો.
વાળને સારી રીતે ધોયા બાદ નરમ ટુવાલને નવાયા પાણીમાં પલાળીને તેને વાળ પર ઢાંકી દો.
વાળની અંદર લીંબુનો રસ નાંખીને માલિશ કરો.
ત્રિફળાનું સેવન કરો અને તેના પાણી વડે વાળને ધુઓ.
શરીરની ચરબી ઘટાળવા માટે ભોજનને એકદમ બંધ ન કરશો. તેનાથી વાળ પર અસર પડે છે.
વાળ પર ગાજરને એકદમ ઝીણા ક્રશ કરીને લગાવો તેનાથી વાળ તુટતા બંધ થઈ જશે.
જો વાળ એકદમ પાતળા થઈને ખરી જતાં હોય તો વાળને થોડાક દિવસ સુધી સ્વચ્છ અને તાજી હવામાં ખુલ્લા છોડીને ફરો. આ વાયુ ચિકિત્સા છે.