Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
मंगलवार, 15 अक्टूबर 2024
webdunia

Tips of Fair Skin - ચહેરા પર અપનાવો આ નુસ્ખા, મહિનામાં થઈ જશો ગોરા

Tips of Fair Skin - ચહેરા પર અપનાવો આ નુસ્ખા, મહિનામાં થઈ જશો ગોરા
, ગુરુવાર, 6 જુલાઈ 2017 (16:22 IST)
સુંદર ચેહરા અને હેલ્ધી સ્કિન સાથે ગોરો રંગ કોને પસંદ નથી. બધી છોકરીઓને ગોરો રંગ જોઈતો હોય છે. આ માટે યુવતીઓ ખૂબ ટ્રીટમેંટ અને તરીકા અપનાવે છે. જે તેમને આકર્ષક બતાવી શએક પણ ચેહરાના સુંદર દેખાવવાને બદલે ભદ્દો દેખાવવા માંડે છે. આવામાં કામ આવે છે કેટલાક ઘરેલુ ઉપાયો.. જે સ્કિનને ગોરી અને સ્વસ્થ રાખવાનુ કામ કરે છે.  અમે અહી તમને આ જ વસ્તુઓ વિશે બતાવવા જઈ રહ્યા છીએ. જેનો ઉપયોગ કરવાથી મહિનામાં જ ચહેરા પર અસર જોવા મળી જશે. 
 
 
1. કાકડી અને જૈતૂનનું તેલ - કાકડીને છીણીને તેમા 2 ચમચી જૈતૂનનુ તેલ મિક્સ કરી લો. પછી આ પેસ્ટને મોઢા પર અને શરીર પર અઠવાડિયામાં મસળો. તેનાથી શ્યામ સ્કિન ગોરી થઈ જશે. 
 
2. સફરજનનો રસ અને ગુલાબજળ - અડધો કપ સફરજનનો રસ અને એક ચમચી ગુલાબજળ બંનેને એકસાથે મિક્સ કરીને શ્યામ ત્વચા પર લગાવો. તેનો ઉપયોગ રોજ કરો. તેનાથી ચેહરાનો રંગ સાફ થશે અને ધીરે ધીરે ગોરા થવા માંડશો. 
 
3. બેસન અને ચંદન પાવડર - એક વાડકીમાં 4 ચમચી બેસન, અડધી ચમચી ચંદન પાવડર એક ચમચી લીંબૂનો રસ એક ચમચી ખીરાનો રસ અને એક ચમચી કાચુ દૂધ મિક્સ કરીને આખા શરીર પર ઉબટનની જેમ લગાવો. તેનાથી ખૂબ ફાયદો જોવા મળશે. 
 
4. મિલ્ક પાવડર અને લીંબૂ - ગાજરના રસમાં એક ચમચી મિલ્ક પાવડર અને એક ચમચી લીંબૂનો રસ મિક્સ કરીને લગાવવાથી ત્વચાનું શ્યામપણુ દૂર થશે. 
 
5. ચારોળી અને દૂધ - અડધી ચમચી ચારોળીને દૂધમાં વાટીને પેસ્ટ બનાવી લો. પછી તેને દૂધમાં મિક્સ કરીને ચેહરા પર અને હાથ પર લગવો. 15 મિનિટ પછી ચેહરો ધોઈ લો. અઠવાડિયામાં બે વાર આવુ કરો. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Clapping - માત્ર તાળી વગાડવાથી દૂર થશે આ રોગ