રંગ ભલે કેટલો પણ ગોરો કેમ ન હોય પણ જો ચેહરા પર દાગ ધબ્બા પડી જાય તો આવામાં ચેહરાની સુંદરતા પર અસર પડે છે. આ દાગ ધબ્બાને હટાવવા માટે યુવતીઓ ન જાણે કેટલા બ્યુટી પ્રોડ્ક્ટ્સનો ઉપયોગ કરે છે. પણ શુ તમે જાણો છો કે આ પ્રોડક્ટ્સ તમારી સ્કિન ખરાબ પણ કરી શકે છે. જી હા બિલકુલ આ પ્રોડક્ટ્સમાં ઘણા બધા કેમિકલ રહેલા હોય છે. જે ચેહરા માટે હાનિકારક સાબિત થાય છે. જો તમે પણ ચેહરા પર પડેલા દાગ ધબ્બાથી પરેશાન છો તો આવામાં તમે આ ઘરેલુ ટિપ્સ અપનાવી શકો છો. એક તો આ સસ્તા છે અને બીજા તેની કોઈ સાઈડ ઈફેક્ટ નથી પડતી.
જરૂરી સામાન
15-20 લીમડાના પાન
2 ચમચી પાણી
2 ચમચી દહી
કેવી રીતે બનાવશો
1. સૌ પહેલા લીમડાના પાન પાણીમાં મિક્સ કરીને મિક્સરમાં કે ગ્રાઈંડરથી વાટી લો.
2. હવે આ પેસ્ટને એક વાડકીમાં કાઢી લો અને તેમા દહી મિક્સ કરો.
3. પેસ્ટને સારી રીતે મિક્સ કરીને પૈક તૈયાર કરી લો.
4. હવે આ પેકને ચેહરા પર લગાવી લો. 15 મિનિટ પછી ચેહરાને ઠંડા પાણીથી ધોઈ લો.
અઠવાડિયામાં 2 વાર લગાવો આ હેયરપેક, વાળ ખરવા થશે બિલકુલ બંધ