Biodata Maker

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

શિયાળામાં ચહેરાને આપો સ્ટિમ, આ 5 સ્કિન પ્રોબ્લેમને કહો બાય-બાય

ચેહરાને સ્ટીમ આપવી
, બુધવાર, 15 નવેમ્બર 2017 (05:26 IST)
વરાળ મતલબ ચેહરાને સ્ટીમ આપવી.. વરાળ આપની બોડીમાં જઈને ગરમી ઉત્પન્ન કરે છે અને શરીરમાં રહેલા ખરાબ બેક્ટેરિયા ખતમ થાય છે.  તેનાથી હેલ્થ સંબંધી પ્રોબ્લેમ પણ દૂર થાય છે. વરાળ લેવાથી અનેક બ્યુટી ફાયદા પણ છે. જેના વિશે આજે અમે તમને બતાવીશુ.. 
 
આ રીતે કરો ઉપયોગ 
 
એક વાસણમાં 3 કે 4 ગ્લાસ પાણી નાખીને ઢાંકી દો. તેને 5 થી 8 મિનિટ સુધી ગરમ થવા દો. પછી માથા પર ટોવેલ નાખીને એ પાણીની વરાળ લો. અઠવાડિયામાં 3-4 વાર આવુ કરો. 
 
ડ્રાઈ સ્કિન 
 
શિયાળામા ગરમ પાણીની વરાળ જરૂર લો. કારણ કે આ ઋતુમાં ડ્રાય સ્કિનની પ્રોબ્લેમ ઘણા લોકોને થાય છે. આવામાં સ્ટીમ લેવાથી ડ્રાઈ સ્કિનની સમસ્યામાંથી રાહત મળે છે. 
 
સ્કિન ગ્લો 
 
અઠવાડિયામા 3-4  વાર સ્ટીમ જરૂર લો. તેનાથી સ્કિનમાં રહેલ ડેડ સેલ્સ દૂર થશે અને ચેહરા પર ગ્લો આવશે. 
 
પિંપલ્સ દૂર 
 
ચેહરા પર ગંદકી હોવાથી પિંપલ્સ નીકળી જાય છે. આવામાં અઠવાડિયામાં 3-4 વાર ગરમ પાણીની વરાળ જરૂર લો. તેનાથી ચેહરા પર રહેલ બધી ગંદકી નીકળશે અને પિંપલ્સની સમસ્યા દૂર થશે. 
 
બ્લેકહેડ્સ
 બ્લેકહેડ્સથી પરેશાન છો તો ગરમ પાણીની વરાળ લો. ત્યારબાદ ચેહરા પર સ્ક્રબ કરો. આવુ કરવાથી બ્લેકહેડ્સ દૂર થાય છે. 
 
ચેહરાના બેક્ટેરિયા 
 
વરાળ લેવાથી ચેહરાની ગંદકી તો નીકળે જ છે સાથે ચેહરા પર રહેલ ખરાબ બેક્ટેરિયા પણ ગાયબ થઈ જાય છે. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

લાઈટ ચાલુ મુકીને સૂવુ આરોગ્ય માટે ખતરનાક હોઈ શકે છે