Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
मंगलवार, 15 अक्टूबर 2024
webdunia

Private Partના વાળ કાઢવાના 6 સહેલા ઉપાય

Private Partના વાળ કાઢવાના 6 સહેલા ઉપાય
, ગુરુવાર, 26 એપ્રિલ 2018 (21:10 IST)
પ્યૂબિક એરિયાના વાળને કેવી રીતે  કાઢવા આ વાતને આજે પણ ખૂબ પર્સનલ માનવામાં આવે છે અને આ વિષય પર વાત કરવામાં આપણે સંકોચ અનુભવીએ છીએ કે કયો તરીકો આ માટે સારો છે અને આપણે આ વાળથી કેવી રીતે છુટકારો મેળવી શકીએ છીએ. 
જો તમે જાણવા માંગો છો કે તમે પ્યૂબિક એરિયાના વાળને કેવી રીતે કાઢી શકો છો તો આગળ વાંચો 
 
એ લોકો જેમણે ક્યારેય પ્યૂબિક એરિયાના વાળ કાઢવા અંગે વિચાર નથી કર્યો તેમને અમે બતાવી દઈએ કે પ્યૂબિક એરિયાના વાળને કાઢવા ખૂબ મહત્વપૂર્ણ છે. જેથી તમારુ ગુપ્ત અંગ સ્વસ્થ, સુરક્ષિત અને સ્વચ્છ રહે. 
 
અહી અમે તમને પ્યૂબિક એરિયાના વાળને કાઢવાની કેટલીક રીત અને તેનાથી થનારા ફાયદા અને નુકશાન વિશે બતાવી રહ્યા છે.  અહી બતાવેલ રીતનો ઉપયોગ તમે સ્વચ્છતા અને સુરક્ષાને ધ્યાનમાં રાખીને કરવો જોઈએ. 
 
 
1. વેક્સિંગ - વેક્સિંગ 2 થી વધુ અઠવાડિયા સુધી અસર બતાવે છે અને તેનાથી વાળ ખૂબ જડથી નીકળી જાય છે. જો કે પરિણામ વાળોની વૃદ્ધિ અને લંબાઈ પર નિર્ભર કરે છે. આ પ્રકિયાનુ સૌથી મોટુ પરિણામ એ છે કે તેમા દુખાવો ખૂબ થાય છે અને તમારે આને ઘરે જાતે જ કરવાની કોશિશ ન કરવી જોઈએ.  જો તમે પ્યૂબિક એરિયા માટે વેક્સીનના વિકલ્પની પસંદગી કરી રહ્યા છો તો આ વાતનુ ધ્યાન રાખો કે તમે તેને કોઈ એક્સપર્ટ પાસે કરાવડાવો. વેક્સિંગ પછી નારિયળ તેલ, વિટામિન એ કે ઈ કે તાજુ એલોવીરા જૈલ લગાવો. 
 
2. શેવ -  શિવિંગથી થનારા નુકશાનોમાં રેજરથી થનારા ફોલ્લા, શુષ્કતા અને ત્વચામાં ખંજવાળ વગેરે સમાવેશ છે. જો કે તેને રોકવા માટે તમારે શેવિંગ પછી મોસ્ચરાઈઝર કે એલોવેરા જૈલ લગાવવુ જોઈએ.   શેવિંગથી પ્યુબિક એરિયાના વાળ કાઢવાથી ખંજવાળ આવી શકે છે અને ધબ્બા પણ પડી શકે છે. આ ઉપરાંત શેવિંગથી થનારા સંકટમાં ચાંદા પડવા, ફોલ્લી, કટ્સ અને અસામાન્ય રૂપે વધનારા વાળનો સમાવેશ છે.  
 
3. ક્રીમ્સ બજારમાં અનેક ક્રીમ્સ મળે છે અને તેથી તમારે ખુદને માટે યોગ્ય ક્રીમ પસંદ કરવી જોઈએ. ધ્યાન રાખો કે તમે યોગ્ય ક્રીમ પસંદ કરો અને આ વાતનુ પણ ધ્યાન રાખો કે આ ક્રીમ યોનીની અંદર ન જાય. આ રીત સૌથી સારી હોય છે. જો તમે એ વાળ કાઢવા માંગતા હોય જે લેબિયાથી દૂર છે. જો તમારી ત્વચા સેંસેટિવ છે તો આ રીતનો ઉપયોગ ન કરો. ક્રીમ્સનો ઉપયોગ કરવાથી આ ભાગ કાળો થઈ જાય છે અને તેમા ખંજવાળ આવે છે. સારુ થશે કે તમે ઉપયોગ કરતા પહેલા પોતાની ત્વચા પર તેને ક્રીમ લગાવીને તેની કઠોરતાની તપાસ કરાવી લો.  
 
4. એપિલેટર - આ એક સરળ શેવિંગ પ્રક્રિયા છે. પણ વાળને હટાવવા આ રીતનો ઉપયોગ ન કરો. ત્વચાના પ્રકાર અને મશીનના વોલ્ટેજના અનુસાર અનેક સ્ત્રીઓ દ્વારા આ રીત અપનાવવાથી પ્યૂબિક એરિયામાં ફોલ્લા પડી જાય છે. એપિલેટરનો ઉપયોગ કરતા પહેલા તમારે તેનો પ્રયોગ થોડા ભાગ પર કરીને જોવો જોઈએ અને તેના પરિણામોની પ્રતીક્ષા કરવી જોઈએ.  
 
5. લેઝર ટ્રીટમેંટ -  જો તમે વાળને સ્થાઈ રૂપે કાઢવા માંગો છો તો તમારે આ રીતનો ઉપયોગ કરવો જોઈએ. જો કે તમારે ફક્ત એકવારમાં જ પરિણામ નહી દેખાય પણ થોડા સેશંસ પછી તમને સારા પરિણામ જોવા મળશે.  લેઝર ટ્રીટમેન્ટ અન્ય રીતની તુલનામાં ખૂબ મોંઘુ હોય છે અને તેને કોઈ અનુભવી ત્વચા રોગ વિશેષજ્ઞ પાસેથી જ કરાવવો જોઈએ. જો કે લેઝર ટ્રીટમેંટ સંતોષજનક હોય છે. બિકની ક્ષેત્રની ત્વચાને ટેનિંગથી બચાવો કારણ કે જો ત્વચાનો રંગ ડાર્ક થશે તો લેઝરવાળને શોધી નહી શકે જેને કારણે ત્વચા બળી શકે છે.  આ ઉપરાંત પીરિયડ્સના સમયે લેઝર ટ્રીટમેંટ કરાવવાથી બચો કારણ કે જ્યારે તમારા પીરિયડ્સ હોય છે ત્યારે તમારી ત્વચા ખૂબ નાજુક અને સેંસેટિવ થઈ જાય છે. 
 
6. ટ્રિમ જો શેવિંગ કે લેઝર ટ્રીટમેંટથી તમને ભય લાવે છે તો તમે પ્યૂબિક હેયરને ટ્રિમ પણ કરી શકો છો. મોટાભાગના લોકોને પ્યૂબિક ક્ષેત્રની વેક્સિંગ કે શેવિંગ કરવી ખૂબ મુશ્કેલ લાગે છે અને તેથી તે પ્યૂબિક ક્ષેત્રના વાળને કેંચીથી ટ્રિમ કરી લે છે.  તમને દર 2-3 મહિના પછી આ વાળને કાપવા જોઈએ. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

કેરીનું શાક બનાવવાની આ નવી રેસીપી ટ્રાય કરી છે