Publish Date: Tue, 19 May 2026 (12:08 IST)
Updated Date: Tue, 19 May 2026 (12:19 IST)
જમવા પધારો પુરૂષોત્તમરાય રે, મારી પ્રેમની થાળી.
હા રે રસોઈ મારે હાથે બનાવી,
પ્રાણજીવન તમ કાજ રે, મારી પ્રેમની થાળી.
ભાત રે ભાતના મેવા બનાવ્યા,
વિધવિધના પકવાન રે, મારી પ્રેમની થાળી.
જળ રે જમનાજીની ભરી લાવું ઝારી,
આચમન કરો પુરૂષોત્તમરાય રે, મારી પ્રેમની થાળી.
લવિંગ, સોપારી ને પાનનાં બીડલાં,
મુખવાસ કરો પુરૂષોત્તમરાય રે, મારી પ્રેમની થાળી.
સાગ રે સીસમના ઢોલિયા ઢળાવું,
પોઢણ કરો પુરૂષોત્તમરાય રે, મારી પ્રેમની થાળી.
માધવદાસના સ્વામી શામળિયા,
તમ પર જાઉં બલિહાર રે, મારી પ્રેમની થાળી