ગુરૂ માતા પિતા, ગુરૂ બંધુ સખા
તારા ચરણોમાં સ્વામી મારા કોટિ પ્રણામ
પ્રિયતમ પણ તમે, પ્રાર્થના પણ તમે
તારા ચરણોમાં મારુ ધામ.. ... ગુરૂ માતા-પિતા
ભક્તિ પણ તમે, શક્તિ પણ તમે
તમે મુક્તિ છો મારા ભોળાનાથ
મારુ જ્ઞાન તમે, મારી બુદ્ધિ તમે
મારુ લક્ષ્ય છો તમે મારા શંભુશિવા - ગુરૂ માતા પિતા
પ્રેરણા તમે સાધના તમે
તમે જ છો આરાધના મારા શંભુનાથ
પ્રેમ તમે કરુણા છો તમે
મારો મોક્ષ છો મારા દીનાનાથ... ગુરૂ માતા પિતા