Publish Date: Wed, 22 Jul 2026 (16:36 IST)
Updated Date: Wed, 22 Jul 2026 (16:39 IST)
ૐ જય પાર્વતી માતા,
મૈયા જય ગૌરા માતા
બ્રહ્મ સનાતન દેવી,
શુભ ફળના દાતા... ૐ જય...
અરિકુલ કંટક નાશિની,
જય સેવક ત્રાતા
જગ-જનની જગદંબા,
હરિહર ગુણ ગાતા... ૐ જય...
સિંહ વાહન સાજે, કુંડળ છે સાચા
દેવ-વધૂ જશ ગાવત,
નૃત્ય કરે તા થા... ૐ જય...
સત્યરૂપ શિલ અતિ સુંદર,
નામ સતી કહેવાતા
હેમાચલ ઘર જન્મી,
સખિયન સંગ રાતા... ૐ જય...
શુમ્ભ-નિશુમ્ભ વિદારે,
હિમાચલ સ્થતા
સહસ્ત્ર ભુજા તનુ ધરિ કે,
ચક્ર લિયો હાથા... ૐ જય...
સૃષ્ટિ રૂપ તું જનની,
શિવ સંગ રંગરાતા
નન્દી ભૃંગી બિન લહી,
સારા જગ મદમાતા... ૐ જય...