Biodata Maker

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

આનંદ મંગલ કરું આરતી... Anand Mangal Aarti Gujarati Lyrics

Aarti
Aarti
આનંદ મંગલ કરુ આરતી, હરિ ગુરૂ સંતની સેવા 
પ્રેમ ધરી મંદિર પધરાવુ, સુંદર સુખડા લેવા... આનંદ મંગલ 
 
રત્ન જડિત બાજોઠ ઢળાવ્યા, આનંદ રૂપી એવા, 
જેને આંગણ તુલસીનો ક્યારો, શાલિગ્રામની સેવા... આનંદ મંગલ 
 
સંત મળે તો મહાસુખ પામુ, ગુરૂજી મળે તો મેવા 
ત્રિભુવન તાર ણ ભગત ઉધારણ, પ્રગટ્યા દરશન દેવા.. આનંદ મંગલ 
 
અડસઢ તીરથ ગુરૂજીના ચરણે, ગંગા જમના રેવા 
કહે પ્રીતમ ઓળખ અણસારો હરિના જન હરિ જેવા.. આનંદ મંગલ 
 
 
 
સાભાર - પ્રીતમ

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Evrat jivrat vrat 2025 - એવરત-જીવરત વ્રત ક્યારે છે અને આ કેવી રીતે કરવું