Webdunia - Bharat's app for daily news and videos

Install App

જેસલમેર મેરિયટ રીસોર્ટ એન્ડ સ્પા સપ્ટેમ્બરથી ગુજરાતી મહેમાનોને ફરીથી આવકારવા માટે સજ્જ

Webdunia
શુક્રવાર, 21 ઑગસ્ટ 2020 (14:22 IST)
રણનો અફાટ વિસ્તાર, સમૃદ્ધ રાજપૂત સંસ્કૃતિની મોહક ઝલકનું મૂર્ત સ્વરૂપ, કાળના બંધનોમાં સમાયેલા ઇતિહાસનો શણગાર અને કિવદંતી જેવા લોકો જેસલમેરને સાચા અર્થમાં રાજસ્થાનનું સૌથી મોટું પ્રવાસનસ્થળ બનાવે છે. જેસલમેર એ છેલ્લાં ઘણાં સમયથી ફરવાના શોખીન ગુજરાતીઓ માટેનાં સૌથી મનપસંદ પ્રવાસનસ્થળો પૈકીનું એક રહ્યું છે અને સપ્ટેમ્બર મહિનામાં જેસલમેર મેરિયટ રીસોર્ટ એન્ડ સ્પા ફરીથી ખુલી રહ્યું હોવાથી ગુજરાતમાંથી આવનારા મહેમાનોને ઉત્તમ સેવાની તથા મહેમાનોના સ્વાસ્થ્ય, સ્વચ્છતા અને સલામતી અંગેના મેરિયટ ઇન્ટરનેશનલના ચુસ્ત પ્રોટોકોલની સાથે મેળ ખાતા વૈભવની ખાતરી આપવામાં આવે છે.
આ શહેરોના પ્રત્યેક ખૂણામાં પ્રવાસના વૈવિધ્યસભર અનુભવો નાટકીય ઢબે અંકાયેલા છે. આલીશાન કિલ્લાઓ એ ઇતિહાસના ત્રિભેટે આવીને થંભી ગયેલા શહેરના ઉત્તમ વારસા સમાન છે, જ્યારે અહીં આવેલા ભવ્ય મહેલો આ ભૂમિ પર વર્ષો સુધી રાજ કરનારા આ રજવાડાની સમૃદ્ધિ અંગે વાત કરે છે.શહેરમાં હવે ધીમે-ધીમે દૈનિક પ્રવૃત્તિ ફરીથી શરૂ થઈ રહી છે અને વિરામ લેવાની તાતી જરૂરિયાત વર્તાઈ રહી છે ત્યારે વિશ્રાંતિ તરફના તમામ માર્ગો જેસલમેર મેરિયટ રીસોર્ટ એન્ડ સ્પા તરફ દોરી જાય છે.
જેસલમેર મેરિયટ રીસોર્ટ એન્ડ સ્પા રાજસ્થાનની તમામ ભવ્યતાને પ્રતિબિંબિત કરે છે. તેના વૈભવી રૂમો અને સ્યૂટ્સની રચના રાજસ્થાનના સમકાલીન સ્થાપત્ય પર આધાર રાખીને કરવામાં આવી છે, જોકે, જગ્યા અને વૈભવની તેની એક અલાયદી વ્યાખ્યા છે.સમકાલીન રાજમહેલ શૈલીમાં બનાવવામાં આવેલ આ રીસોર્ટને સોનેરી રેતીયા પથ્થરમાંથી ઘડી કાઢવામાં આવ્યો છે, કારણ કે, શહેરમાં આવેલ તમામ માળખાંઓ તેને ‘ગોલ્ડન સિટી’નું જાણીતું ઉપનામ આપે છે.

 
વિલક્ષણ રાજમહેલોની ભવ્યતા અને અફાટ જણાતા ગ્રેટ ઇન્ડિયન થાર ડેઝર્ટની વચ્ચે આવેલ આ રીસોર્ટ મેરિયટના અનુકરણીય આતિથ્યસત્કાર અને રસોઈની ઉત્કૃષ્ટતાનો આનંદ માણવાની સાથે-સાથે આ શહેરની ભવ્યતાનો અનુભવ મેળવવા માંગતા પ્રવાસીઓ માટેનું ઉત્તમ પ્રવેશદ્વાર છે. વળી, સોહામણાં કિલ્લાઓ અને ખંતપૂર્વક તૈયાર કરવામાં આવેલી હલેવીઓની પૃષ્ઠભૂમિ, રેતીના વિશાળ ઢૂઆઓ અને નગારાઓનો નાદ, ઊંટની પીઠ પર સવાર સૈનિકો, લોકનૃત્યો અને આનંદોત્સવ તો ખરાં જ.
 
આ રીસોર્ટ જેસલરમેર રેલવે સ્ટેશનથી ફક્ત 3.3 કિમી દૂર આવેલ છે અને તેનાથી સૌથી નજીક આવેલું એરપોર્ટ 284 કિમી દૂર જોધપુરમાં આવેલું છે. આ પ્રોપર્ટી સુંદર રીતે તૈયાર કરેલા 135 રૂમ અને 9 સ્યૂટ ધરાવે છે, જ્યાંથી જેસલમેરના અદભૂત કિલ્લા અને અત્યંત રમણીય રણદ્વિપનાંશ્વાસ થંભાવી દેનારાં અદભૂત દૃશ્યો જોઈ શકાય છે. અહીંના પ્રત્યેક રૂમ ડીલક્સ બેડિંગ, માર્બલના બાથરૂમ અન અત્યાધુનિક વૈભવી સુવિધાઓથી સજ્જ છે. આ રીસોર્ટ દિવસ દરમિયાન મહેમાનોના આરામ માટે દરેક રૂમમાં આરામદાયક પલંગો ધરાવે છે. 
 
આ ઉપરાંત આ રીસોર્ટ મોબાઇલ ચેક-ઇન/ચેક-આઉટની સુવિધા પણ ધરાવે છે, જેથી કરીને મહેમાનોને રીસોર્ટમાં નિર્બાધ અનુભવ પ્રાપ્ત થાય. વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખતાં મહેમાનો ડિજિટલ રીતે ચૂકવણી કરવાની સાથે કોન્ટેક્ટ-લેસ રૂમ ચેક-ઇન માટે પણ વિનંતી કરી શકે છે. જેસલમેર મેરિયટ રીસોર્ટ એન્ડ સ્પા દરેક મહેમાનના સ્વાસ્થ્ય અને સલામતીને પ્રાથમિકતા આપે છે અને આથી જ તેણે હોટલમાં સ્વચ્છતા અને સેનિટાઇઝેશનની એક ઉન્નત વ્યવસ્થા લાગુ કરી છે.
 
હોટલ આપની મુસાફરીના માર્ગને ઘટાડી દે છે અને આપની સાથે ભેગા મળી આ ભૂમિના રહસ્યોને ઉજાગર કરે છે. એકવાર હોટલમાં આવી ગયાં બાદ આપ અહીં નીચેનામાંથી કોઇપણ અનુભવને પસંદ કરી શકો છો, જે તમામનો સમાવેશ સ્ટેમાં થઈ જતો હોવાથી આપને આ રીસોર્ટ છોડવાનું ગમશે જ નહીં. આ રીસોર્ટ કાળજીપૂર્વક તૈયાર કરવામાં આવેલ અનેકવિધ અનુભવો પૂરાં પાડે છે, જે આ સ્થળને તેની તમામ સાંસ્કૃતિક સમૃદ્ધિ અને રાજવી ઇતિહાસની સાથે જીવંત બનાવી દે છે.
 
તમે રેતીના ઢુવાઓ પર સનસેટ ડિનર કરી શકો છો અથવા તો, પૂલની પાસે બેસીને કેન્ડલ લાઇટ ડિનરનો પણ વિકલ્પ પસંદ કરી શકો છો. સલામતીના તમામ માપદંડોને ધ્યાનમાં રાખીને હોટલ જેસલમેરની આસપાસ બાઇક ટ્રેઇલ્સ, સાઇક્લિંગની વ્યવસ્થા પણ કરી આપી શકે છે, જે આપને કેટલાક નયનરમ્ય દૃશ્યોનો અનુભવ પૂરો પાડશે, જેને આપ આપની અનુકૂળતાએ માણી શકો છો. જેસલરમેરમાં આપ પરંપરાઓ, સંસ્કૃતિ અને ઐતિહાસિક સ્થાપત્ય જેવી કેટલીક શ્રેષ્ઠ ચીજોનો અનુભવ માણી શકો છો.

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

Vastu Tips: જો તમે આ 7 વાસ્તુ નિયમોનું પાલન કરશો તો ઘરમાં હંમેશા રહેશે દેવી લક્ષ્મીનો વાસ

24 જુલાઈનું રાશિફળ - આજે આ 5 રાશિના જાતકો લક્ષ્મી યોગથી થઈ જશે માલામાલ

23 જુલાઈનું રાશિફળ - આજે આ રાશિના જાતકો પર રહેશે સાંઈબાબાની કૃપા

22 જુલાઈનુ રાશિફળ - આજે આ રાશિના જાતકોને લગ્ન અંગે ખુશીના સમાચાર મળશે

સાપ્તાહિક રાશિફળ- આ અઠવાડિયે પ્રગતિની શક્યતાઓ છે

વધુ જુઓ..

લાઈફ સ્ટાઈલ

Akbar birbal child story - સૌથી મોટી વસ્તુ

બધા શાક પર ભારે પડે છે આદુ, લસણ અને મરચાનું અથાણું, તરત ખાવા માટે તૈયાર છે રેસિપી

ક્રિસ્પી પનીર ફિંગર

નાસ્તામાં દહીંના ઢોસા બનાવો

Akbar Birbal Story: પહેલા મરઘી આવી કે ઈંડું?

આગળનો લેખ
Show comments