Swaminarayan Gopinath Mandir - દેશમાં એક એવું મંદિર છે જ્યાં શ્રી કૃષ્ણની મૂર્તિમાં જીવમાં છે. સ્વામી નારાયણ ગોપીનાથ મંદિરમાં ઠાકુરજીની એક મૂર્તિ છે. ઠાકુરજીની આ મૂર્તિ કાંડા પર એક ઘડિયાળ બધેલી છે. ઠાકુરજેના કાંડા પર આ ઘડિયાળ આશરે 50થી પણ વધારે વર્ષ પહેલા એક અંગ્રજએ બાંધી હતી. જ્યારે તેને ખબર પડી કે ઠાકુરજીની મૂર્તિમાં પ્રાન છે, તો સત્ય તપાસવા માટે ઠાકુરજીના કાંડા પર આ ઘડીયાળ બાંધી દીધી.
આ ઘડિયાળ સેલથી નહીં પણ પલ્સ રેટ પર ચાલે છે. આ ઘડિયાળ 50 વર્ષથી ચાલી રહી છે અને હજુ પણ સાચો સમય જણાવે છે. જ્યારે ઠાકુર જી શ્રૃંગારના સમયે ઘડિયાળ ઉતારે છે, ત્યારે તે બંધ થઈ જાય છે. ઠાકુર જીના હાથમાં મૂકતાની સાથે જ તે ફરી ચાલવા લાગે છે.
માનતા પૂરી થાય છે
અહીં દરરોજ 9 ઝાંખીઓ હોય છે સવારે 4:00 વાગ્યાથી લઇને પૂજાની તૈયારી શરૂ થઇ જાય છે. અહીંયા ધૂપ, સિંગર, રાજભોગ, સાંજના સમયે ફરીથી ધૂપ, ગ્વાલ, સંધ્યા, ઉલવાઇ અને શયન ઝાંખી હોય છે. અહેંની માન્યતા છે જે પણ અહીં માનતા માંગે છે તેમની માનતા પુરી થાય છે.
મંદિરનો ઇતિહાસ
ગઢડા (ગુજરાત)માં આવેલું આ મંદિર છ મંદિરોમાંનું એક છે, જે સ્વામિનારાયણ સંપ્રદાયના સ્થાપક સ્વામિનારાયણની દેખરેખ હેઠળ બાંધવામાં આવ્યું હતું. ગઢડા ખાતેના આ મંદિરના નિર્માણ માટેની જમીન ગઢડા તે દાદા ખાચરના દરબાર દ્વારા દાનમાં આપવામાં આવી હતી. દાદા ખાચર અને તેમનો પરિવાર સ્વામિનારાયણના ભક્ત હતા.
તેમના પોતાના નિવાસસ્થાનના પ્રાંગણમાં મંદિર બનાવ્યું હતું. મંદિરના કાર્યનું આયોજન અને અમલીકરણ સીધું સ્વામિનારાયણના પરામર્શ અને માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું. સ્વામિનારાયણ બાંધકામની દેખરેખ રાખતા હતા અને પથ્થરો અને મોર્ટાર ઉપાડીને મંદિરના નિર્માણમાં મેન્યુઅલ સેવામાં પણ મદદ કરતા હતા.
આ મંદિરમાં બે માળ અને ત્રણ ગુંબજ છે. તેને કોતરણીથી શણગારવામાં આવે છે. મંદિર એક ઉંચા ચબૂતરા પર મૂકવામાં આવ્યું છે જે એક વિશાળ ચોરસ છે અને તેમાં સંન્યાસીઓ અને યાત્રાળુઓ માટે મોટી ધર્મશાળાઓ અને રસોડા સાથેનો એસેમ્બલી હોલ છે.
સ્વામિનારાયણે 9 ઓક્ટોબર 1828ના રોજ આ મંદિરમાં મૂર્તિઓની સ્થાપના કરી હતી. ગોપીનાથ (કૃષ્ણનું સ્વરૂપ), તેમની પત્ની રાધા અને હરિકૃષ્ણ (સ્વામિનારાયણ) મધ્ય મંદિરમાં બિરાજમાન છે.
સ્વામિનારાયણના માતા-પિતા ધર્મદેવ અને ભક્તિમાતા અને વાસુદેવ (કૃષ્ણના પિતા) પશ્ચિમ મંદિરમાં પૂજાય છે. પૂર્વ મંદિરમાં બળદેવજી, કૃષ્ણ અને સૂર્યનારાયણની મૂર્તિઓ છે. હરિકૃષ્ણની મૂર્તિનું શરીર સ્વામિનારાયણ જેવું જ છે.
મે 2012માં મંદિરના શિખર પર સોનાનો પરત ચડાવવામાં આવ્યો હતો, જેના કારણે તે ગુજરાતનું પ્રથમ મંદિર બન્યું હતું કે જેમાં સોનાના શિખર હતા.