Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
मंगलवार, 15 अक्टूबर 2024
webdunia

અમદાવાદમાં 72 કરોડપતિ ઉમેદવારો વચ્ચે જંગ, ૭ બેઠકમાં 3 થી વધુ ગુનાઈત ઉમેદવારો ચૂંટણી લડશે

babu jamna patel
, મંગળવાર, 29 નવેમ્બર 2022 (10:26 IST)
વિધાનસભાની ચૂંટણીના બીજા તબક્કામાં અમદાવાદ જિલ્લાની ૨૧ બેઠકોનો પણ સમાવેશ થાય છે. અમદાવાદમાં કુલ ૨૧ બેઠકોમાં ૨૪૯ ઉમેદવારો છે. આ પૈકી ૭૨ ઉમેદવારોની સંપત્તિ રૃપિયા ૧ કરોડથી વધુ છે.અમદાવાદ જિલ્લામાં સૌથી ધનાઢ્ય ઉમેદવાર ભાજપના બાબુ જમના પટેલ છે. તેઓ દસ્ક્રોઇ બેઠક પરથી લડી રહ્યા છે અને તેમની સંપત્તિ રૃપિયા ૬૧.૪૭ કરોડ છે. તેમની પાસે રૃ. ૧.૬૨ કરોડની જંગમ અને રૃ. ૫૯.૮૫ કરોડની સ્થાવર સંપત્તિ છે.

અમદાવાદના ધનાઢ્ય ઉમેદવારોમાં કોંગ્રેસના વેજલપુરના ઉમેદવાર રાજેન્દ્ર પટેલ રૃ. ૪૬.૭૫ કરોડ સાથે બીજા અને કોંગ્રેસના દાણીલીમડના ઉમેદવાર શૈલેષ પરમાર રૃ. ૩૨.૬૪ કરોડ સાથે ત્રીજા સ્થાને છે.આ સિવાય રૃપિયા ૧૦ કરોડથી વધુ સંપત્તિ હોય તેવા ૧૫ ઉમેદવારોમાંથી પાંચ ભાજપના,  ૮ કોંગ્રેસના જ્યારે બે  આમ આદમી પાર્ટીના છે.  મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલ ઘાટલોડિયા બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા છે અને તેમની સંપત્તિ રૃપિયા ૮.૨૨ કરોડ છે. બીજી તરફ આ બેઠકમાં તેમના હરીફ કોંગ્રેસના અમી યાજ્ઞિાકની કુલ સંપત્તિ રૃ. ૮.૫૫ કરોડ છે.ચૂંટણીમાં કોઇ પણ બેઠકમાં ૩થી વધુ ઉમેદવારને નામે ગુનો નોંધાયેલો હોય તો તેને 'રેડ એલર્ટ' હેઠળ મૂકવામાં આવે છે. બીજા તબક્કામાં કુલ ૯૩માંથી ૧૯ બેઠક 'રેડ એલર્ટ' હેઠળ આવે છે. જેમાં સૌથી વધુ ૭ બેઠક અમદાવાદ જિલ્લામાંથી જ છે. વિધાનસભાની ચૂંટણીના પ્રથમ તબક્કામાં ૮૯માંથી ૨૫ બેઠક રેડ એલર્ટ હેઠળ હતી.એડીઆર દ્વારા રજૂ કરવામાં આવેલી વિગતો અનુસાર અમદાવાદની જમાલપુર-ખાડિયામાં ૮માંથી ૬, સાણંદમાં ૧૫માંથી ૬, ઠક્કરબાપા નગરમાં ૯માંથી ૪, બાપુનગરમાં ૨૯માંથી ૪, એલિસબ્રિજમાંથી ૯માંથી ૪, વેજલપુરમાંથી ૯માંથી ૩, અસારવામાંથી ૭માંથી ૩ ઉમેદવાર સામે ગુનો નોંધાયેલો છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ગુજરાત ચૂંટણીમાં પ્રથમ ફેજના મતદાન પહેલાં ભાજપે બદલી રણનીતિ, સર્વેએ વધારી મોદી-શાહની ચિંતા