ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસના સ્ટાર પ્રચારક તરીકે રાહુલ ગાંધી સૌરાષ્ટ્રના પાટનગર એવા રાજકોટ શહેરમાં જનસભા અને સંબોધન કરશે. કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી આગામી 21મી નવેમ્બરના રોજ રાજકોટ ખાતે આવશે. જેમાં આ અંગે તૈયારીઓની સમીક્ષા કરવા માટે કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ જગદીશ ઠાકોર રાજકોટ આવી પહોંચ્યા હતા અને સ્થાનિક આગેવાનો સાથે મુલાકાત કરી કાર્યક્રમની રૂપરેખા નક્કી કરી હતી.રાજકોટની ચાર વિધાનસભા બેઠક રાજકોટ પૂર્વ જેના ઉમેદવાર ઈન્દ્રનીલ રાજ્યગુરુ છે
રાજકોટ પશ્ચિમ બેઠક જેના ઉમેદવાર મનસુખ કાલરીયા છે રાજકોટ દક્ષિણ બેઠક જેના ઉમેદવાર હિતેશ વોરા છે તથા રાજકોટ ગ્રામ્ય બેઠક જેના ઉમેદવાર સુરેશ બથવાર છે તેઓના પ્રચાર માટે રાહુલ ગાંધી બપોરે 3:30 વાગ્યે રાજકોટ આવી પહોંચશે અને શાસ્ત્રી મેદાન ખાતે જન સભાને સંબોધન કરશે.PM મોદી આજથી 21 નવેમ્બર સુધી ગુજરાતના પ્રવાસે છે. ત્રણ દિવસમાં PM મોદી 8 જેટલી જનસભાને સંબોધન કરશે. આજે દક્ષિણ ગુજરાતના વાપીમાં PM મોદી રોડ શો કરશે. વલસાડમાં પણ PM મોદી આજે જંગી જનસભાને સંબોધિત કરશે. 20 નવેમ્બરે PM મોદી સૌરાષ્ટ્રમાં ચૂંટણી પ્રચાર કરશે તેમજ 20 નવેમ્બરે PM મોદી વેરાવળ, ધોરાજી, અમરેલી અને બોટાદમાં પણ જનસભા સંબોધશે. તેમજ 21 નવેમ્બરે PM મોદીની સુરેન્દ્રનગરમાં જનસભા આયોજન કરાયું છે તો 21 નવેમ્બરે PM મોદી નવસારી અને જંબુસરમાં પણ જનસભાને સંબોધશે.