Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
मंगलवार, 15 अक्टूबर 2024
webdunia

કોંગ્રેસના ઉમેદવાર કાંતિ ખરાડી જંગલમાંથી મળ્યા, જીવ બચાવવા 15 કિ.મી દોડ્યા, કોંગ્રેસનો ભાજપ પર આક્ષેપ

GUJARAT ELECTION
, સોમવાર, 5 ડિસેમ્બર 2022 (08:58 IST)
બીજા તબક્કાની ચૂંટણી હાઇ વૉલ્ટેજ ડ્રામા બની છે. ચૂંટણીની આગલી રાત્રે કોંગ્રેસના ધારાસભ્ય કાંતિ ખરાડી ગુમ થઈ ગયા હતા.  જેના બાદ મોડી રાત્રે જંગલમાંથી કાંતિ ખરાડી મળી આવ્યા હતા. હુમલો થયો હોવાથી જંગલમાં સંતાયા હોવાનો કાંતિ ખરાડીએ જણાવ્યુ હતું. જોકે, કાંતિ ખરાડી પર ભાજપ દ્વારા હુમલો કરાયો હોવાનો કોંગ્રેસે આરોપ મૂક્યો છે.  આ મામલે રાહુલ ગાંધી સહિત નેતાઓએ ટ્વિટ કરી ભાજપ પર પ્રહારો કર્યા હતા.



કોંગ્રેસના ઉમેદવાર અને દાંતા વિધાનસભાના ધારાસભ્ય કાંતિ ખરાડી 2.5 કલાક બાદ જંગલથી મળી આવ્યા છે. કાંતિ ખરાડીનો મોટો આરોપ છે કે ભાજપના ઉમેદવાર લાધુ પારઘી અને તેમની સાથે એલકે બારડ, વદનસિંહે તલવાર વડે અમારા પર હુમલો કર્યો. અમારા વાહનો બામોદરા ચાર રસ્તેથી જતા હતા, ત્યારે ભાજપના ઉમેદવારે રસ્તામાં અવરોધો ઉભા કરી અમારો રસ્તો રોકી દીધો હતો, જેથી અમે અમારા વાહનો ફેરવીને જઈ રહ્યા હતા, ત્યારે તે બાજુથી વધુ લોકો આવીને અમારા પર હુમલો કર્યો. ત્યારબાદ અમે બધાએ અલગ-અલગ દોડીને અમારો જીવ બચાવ્યો.કાંતિ ખરાડીએ જણાવ્યું કે અમે રાતના અંધારામાં લગભગ 15 કિલોમીટર દોડીને અમારો જીવ બચાવ્યો. નદીઓ, ખડકો, પહાડો અને ખેતરોમાં રાતના અંધારામાં દોડીને જીવ બચાવ્યો. હું કેટલો દોડ્યો ને મારો જીવ બચાવ્યો તે મને ખબર નથી. આ ઉપરાંત ચૂંટણી અધિકારી પર આરોપ લગાવતા જણાવ્યું કે, મેં ચાર દિવસ પહેલા પત્ર લખ્યો હતો પરંતુ કોઈ કાર્યવાહી થઈ નહિ. જો કાર્યવાહી કરી હોત તો આ હુમલો ન થયો હોત.  આ વિસ્તારમાં બોગસ વોટીંગ અમે ફરિયાદ મળી હતી એટલે અમે ચૂંટણી અધિકારીને ચાર દિવસ અગાઉ પત્ર લખ્યો હતો. જ્યારે  ભાજપના ઉમેદવારે અગાઉ પણ કહ્યું હતું કે કોંગ્રેસના ધારાસભ્યો અમારા વિસ્તારમાં પ્રચાર કરવા ન આવે.છેલ્લા 10 વર્ષથી કોંગ્રેસ પક્ષ તરફથી ધારાસભ્ય રહેનાર કાંતિ ખરાડી ગુમ થયા બાદપોલીસના કાફલાએ ધારાસભ્યને જંગલમાંથી શોધી દાંતા લાવ્યા. પોલીસ પ્રશાસન હાલ આ મામલે  કાર્યવાહી કરી રહ્યું છે. કાંતિ ખરાડીના પગમાં ઈજા થઈ છે.ભાજપ દાતાના ઉમેદવાર લાતુ પારધીએ હુમલા મામલે આપ્યું નિવેદન તેમણે  કહ્યું કે,  હુમલા થી બચી હું હડાદ પોલીસમાં મથકે આવ્યો પોલીસ મારી ફરિયાદ લેતી નથીના આક્ષેપ લગાવ્યા છે. લાધુ પારઘી એ 26 નવેમ્બરના રોજ ટોપલામાં દારૂ વેચાવડાવીશ તેવું નિવેદન આપતા તેમના પર પોલીસ ફરિયાદ પણ દાંતા પોલીસ સ્ટેશનમાં દાખલ થઈ હતી

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Gujarat Elections 2022: મતદાન પહેલાં કોંગ્રેસ ઉમેદવાર કાંતિ ખરાડી પર હુમલો, ભાજપ પર લગાવ્યો આરોપ