હાલમાં ભાજપમાં ચૂંટણીનો પ્રચાર ખૂબ જોરશોરથી આગળ વધી રહ્યો છે. કોંગ્રેસ પણ એટલા જ જોરથી પ્રચાર કરી રહી છે. ભાજપના કેન્દ્રીય મંત્રીઓની ફોજ ગુજરાતમાં ધામા નાંખી રહી છે. ત્યારે ગુજરાતમાં સોશિયલ મીડિયામાં એવી ચર્ચાઓ ચાલી રહી છે કે કોંગ્રેસ ભાજપના પૂર્વ નેતા અને હાલમાં કોંગ્રેસના નેતા નવજોતસિંહ સિદ્ધુને ગુજરાતમાં પ્રચાર કરવા માટે બોલાવે. આ બાબતે સોશિયલ મીડિયામાં કોંગ્રેસના દિગ્ગજ નેતાઓને સવાલો કરવામાં આવી રહ્યાં છે કે તેઓ કેમ સિદ્ધુને નથી બોલાવતાં. રાહુલ ગાંધી પર પણ આવા સવાલોનો મારો વોટ્સએપ પર ચાલી રહ્યો છે. તો શું આગામી સમયમાં સિદ્ધુ ગુજરાતમાં પ્રચાર કરશે કે નહીં તે અંગે અનેક તર્કવિતર્કો લોકોમાં ચાલી રહ્યાં છે. લોકો ગુજરાતમાં સિદ્દુની ગેરહાજરીને લઈને ચર્ચાઓ કરી રહ્યાં છે અને તેઓ આ મુદ્દે રાહુલ ગાંઘી પર પણ વ્યંગ્ય કરી રહ્યાં છે. કે ભાજપનો નેતા કોંગ્રેસમાં આવ્યાં બાદ ભાજપ વિરોધી સંબોધન ક્યારેય નથી કરતો. પરંતું કોંગ્રેસમાંથી ભાજપમાં પ્રવેશેલો નેતા કોંગ્રેસ વિરોધી સંબોધનો ચોક્કસ કરે છે. એટલે સિદ્ધુને નહીં લાવવાનું કારણ હજી સુધી કોંગ્રેસના નેતાઓ પણ નથી આપી શક્યાં.