Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
मंगलवार, 15 अक्टूबर 2024
webdunia

દેશદ્રોહીને સુરક્ષા કેમ ? હાર્દિકનો સવાલ

દેશદ્રોહીને સુરક્ષા કેમ ? હાર્દિકનો સવાલ
, મંગળવાર, 7 નવેમ્બર 2017 (11:57 IST)
અમદાવાદ્ પાટીદાર નેતા હાર્દિક પટેલે સુરક્ષા લેવાથી ઈંકાર કરી દીધો. સાથે જ તેમણે તેને ભાજપા સરકાર દ્વારા તેમની જાસૂસી કરાવવાની ચાલ બતાવી દીધી છે. બીજી બાજુ હાર્દિકે સુરક્ષાને લઈને એક ટ્વીટ દ્વારા પ્રશ્ન ઉઠાવ્યો છે. 


 
હાર્દિકે ટ્વીટ કરી કહ્યુ કે સોમવારે મારા ઘરે પોલીસવાળા આવ્યા હતા અને બોલ્યા કે તમને સુરક્ષા આપવાનો આદેશ છે.  મે તેમને પુછ્યુ કે મારા પર તો દેશદ્રોહનો આરોપ છે તો પછી એક દેશદ્રોહીને સુરક્ષા કેમ ?
 
ઉલ્લેખનીય છે કે હાર્દિકને મળેલી ધમકી પછી રાજ્ય સરકારે તેમને સુરક્ષા રજૂઆત કરવાની રજૂઆત કરી  હતી. જો કે પટેલે એવુ પણ કહે છે કે સુરક્ષા લેવાથી ઈનકાર કરી દીધો કે ભાજપા સરકાર તેમની જાસૂસી કરવા માંગે છે. બીજી બાજુ રાજ્ય સરકારનુ કહેવુ છે કે ચૂંટણી સમયમાં સુરક્ષા કારણોને ધ્યાનમાં રાખતા હાર્દિકને સુરક્ષા આપવામાં આવી રહી છે. 
 
જો કે તેમને એવુ પણ કહ્યુ  કે તેઓ પોલીસ સુરક્ષા લેવા તૈયાર છે પણ શરત એ કે સુરક્ષા કર્મચારીઓને જુદા વાહન સાથે તેમના ભોજનની વ્યવસ્થા પોલીસ જાતે જ કરે. 
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

અમિત જેઠવા હત્યા કેસમાં ભાજપના પૂર્વ સાંસદ દિનુ બોગાનું આત્મસમર્પણ