મજૂર દિવસ ગુજરાતના 57 વર્ષ પૂરા, 60થી 97 સુધી અને 97થી આજ સુધી .. ગુજરાતને શું જોઈએ .. સરદાર ડેમનું વડાપ્રધાન નહેરુના હાથે ખાતમુહુર્ત હોય.. જીએસએફસી ખાતરના કારખાના હોય ડેરીનું આયોજન હોય, પાણી માટે ડેમ બનાવવાના હોય , હાઈસ્કૂલ – દવાખાના એ પ્રજાને જરૂરિયાત વાળા આયોજન એ 97 સુધી અને આજે માત્ર વાહ્યાત વાતો.. આ બે ભાગમાં દેખાતું ગુજરાત એને આપણે સમજવું પડશે. અમારા માટે આ ગિરિકંદરામાં વસતા તમે માણસ છો. તમારે શિક્ષણ, દવા જોઈએ. તેને આ લોકો માણસ ગણતા નથી. ભાજપ આ સમજવા તૈયાર નથી. ઉમરગામ સુધી આ પાંચમા ભાગની તાકાત છે તેને આ માણસ ગણતા નથી. આજે રાહુલ ગાંધીએ દેવ મોગરા માતાજીના આશીર્વાદ લઈ આ સભાનું સમાપન કર્યું છે. અંબાજીથી અમારી યાત્રા શરૂ થઈ હતી અને દેવમોગરામાં માતાજીના દર્શન કરીને સમાપન કર્યું છે.
હું માતાજીની સાક્ષી માનીને કહ્યું છે કે ગુજરાતમાં કોંગ્રેસની સરકાર આવશે તો બેરોજગારોને નોકરી આપશે. ગુજરાતમાં દરવર્ષે 10 લાખ લોકોને નોકરી આપી શકાય તેવી શક્યતા છે. તેના માટે ઈચ્છા શક્તિ જોઈએ. લોકને આજે પણ હેન્ડપંપ પર જીવવાનું છે. બુનિયાદી શાળાઓ બંધ, 25 ટકા શાળાઓ બંધ થઈ છે સૌથી વધું શાળાઓ આદિવાસી પટ્ટામાં બંધ થઈ ગઈ છે. એસટીના રૂટ 50 જેટલાં બંધ થઈ ગયા, નર્મદાનું પાણી હાઈટ પર લઈ જાવ અને સરકાર ભલે ભરે બીલ બધું, આ માટે આયોજન અને ઈરાદા જોઈએ. ગુજરાતમાં 108 કરતાં વધારે સીટ આવશે. તેમને 22 વર્ષ થયા છે. 20 વર્ષે આદિવાસી યાત્રા કાઢી. આ જનમેદની શું સમાચાર આપે છે. મુક છે.. કોઈ સાંભળનાર નથી કોઈ હાથ પકડનાર નથી. શ્રમ દિવસે પ્રતિજ્ઞા કરીએ ગુજરાતમાં કોંગ્રેસની સરકાર બનાવીએ. અને લોકોને હાશકારો થાય તેવું શાસન લાવીએ.