ભાજપની ટીકીટ ઉપર ચૂંટણી લડવા માગતા શ્રીમંત પાટીદારોને આગળ કરી હાર્દિક પટેલ પ્રાઈવેટ આંદોલન ચલાવી રહ્યો છે, તેવો આરોપ મુકવામાં આવ્યો હતો, જો કે હાર્દિકના ટેકામાં કડવા પાટીદારોએ મેદાનમાં ઉકરી હાર્દિકનો અને અનામત આંદોલનનો વિરોધ કરી રહેલા નેતાઓને વખોડી કાઢી, આ મુદ્દે લડી લેવાની ચીમકી આપી છે. તાજેતરમાં અત્યંત શ્રીમંત પાટીદારો દ્વારા એક પ્રેસ કોન્ફરન્સ બોલાવી વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના નામે એવી જાહેરાંત કરવામાં આવી હતી હાર્દિકના આંદોલનનો કોઈ અર્થ નથી
તે તેનું પ્રાઈવેટ આંદોલન છે, ભાજપ સરકારે પાટીદારોની તમામ માગણીઓ સ્વીકારી લીધી છે. આ કોન્ફરન્સ બોલાવવા પાછળનો હેતુ પાટીદારોમાં ભાગલા પાડવાનો હતો પણ કડવા પાટીદારોએ તેની હવા કાઢી નાખી છે. કડવા પાટીદાર પરિવાર ટ્ર્સ્ટ દ્વારા સોમવારના રોજ એક પ્રેસ નોટમાં જણાવવામાં આવ્યુ કે અનામત આંદોલન અંગે પાટીદાર સંસ્થાઓ દ્વારા જે નિવેદન કરવામાં આવ્યું છે તેને અમે વખોડી નાખી છીએ, હજી સમાજના મોટા વર્ગને શિક્ષણ, આરોગ્ય અને રોજગારીની ખુબ જરૂર છે. અને તેના માટે લડત ચલાવી રહેલા છોકરાઓ પણ સમાજના છે, ત્યારે સમાજે એક અવાજમાં તેમને ટેકો આપવો જોઈએ.