વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે સાંજે ભાજપ મહિા મોરચાની ૭૫૦૦ બહેનો સાથે વીડિયો કોલનાં માધ્યમથી સંવાદ કર્યો હતો. 'નરેન્દ્ર મોદી એપ' દ્વારા આ મહિલાઓએ પૂછેલા વિવિધ પ્રશ્નોના જવાબ પણ PMએ પણ આપ્યા હતા. કાર્યકર્તા બહેનોને વિરાંગનાં ગણાવતાં વડાપ્રધાને જણાવ્યું હતું કે, આજે ઉત્તરપ્રદેશમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં ભાજપનો ભવ્ય વિજય થયો છે.
નોટબંધી અને GSTનાં નિર્ણયો અંગે જનતાને ગેરમાર્ગે દોરનારી કોંગ્રેસ યુપીમાંથી સાફ થઈ ગઈ છે. કટોકટી વખતે સત્તા માટે કોંગ્રેસે કાળો કેર વર્તાવ્યો હતો. તે વખતે ચૂંટણીમાં ઈન્દિરા ગાંધી સહિત ઉત્તરપ્રદેશમાં આખી કોંગ્રેસને લોકોએ ફેંકી દીધી હતી. મતદારોની કોઠા સૂઝ એવી છે કે ગમે તેટલા જુઠાણા- આક્ષેપો કરે કે નાણાની રેલમછેલ કરે તો પણ મતદારો સાચુ-ખોટું શું છે તે સમજી શકે છે. ઉત્તરપ્રદેશનો ભાજપનો વિજય ગુજરાતમાં પહોંચી ગયો છે. વિકાસનાં કામોને કારણે લોકોનો પ્રેમ અને ભરોસો વધતો રહ્યો છે. ગુજરાતની માતા-બહેનો-દિકરીઓને શાંતિ અને સુરક્ષાનું વાતાવરણ મળ્યું છે. છાશવારે જૂઠાણઆની ભરમાર ચલાવીને કોંગ્રેસે જાતિવાદનું ઝેર ફેલાવ્યું છે. ભાજપની કાર્યકર્તા બહેનોનાં જુદા જુદા પ્રશ્નોનાં જવાબો આપતાં વડાપ્રધાન મોદીએ કહ્યુ હતુ કે, ગુજરાતની મહિલા મતદારોનું મતદાન પુરુષ મતદારોથી પણ વધે છે. શૌચાલયો દ્વારા ઈજ્જતની અને સ્વાસ્થ્યની કાળજીનું અભિયાન ચલાવાયું છે. કેન્દ્ર અને ગુજરાત સરકારની નીતિ-નિર્ણયોને કારણે વિશ્વભરમાં પ્રસંશા થઈ છે. મુડીઝનું રેટીંગ હોય, PEWનો સર્વે હોય, એસએન્ડપીનો સર્વે હોઈ કે ગઈકાલનો GDP નો રીપોર્ટ હોઈ, બધા જ સારા સમાચારોથી કોંગ્રેસનાં જૂઠાણાનો પર્દાફાશ થયો છે. બહેનોને ઘર-ઘરની બહેનો સાથે જ ઘનિષ્ઠ નાતો-સંપર્ક છે. તેના કારણે આ જૂઠાણા સામે સાચી હકિકતની જાગૃતિ મહિલા મતદારોમાં જગાવવાની અપીલ વડાપ્રધાન દ્વારા કરાઈ છે.