Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
मंगलवार, 15 अक्टूबर 2024
webdunia

તું ખરતા તારા જેવો છે. ખરી પડીશ. - નાયબ મુખ્યપ્રધાન નિતિનભાઈ પટેલનું

તું ખરતા તારા જેવો છે. ખરી પડીશ. -  નાયબ મુખ્યપ્રધાન નિતિનભાઈ પટેલનું
, ગુરુવાર, 23 નવેમ્બર 2017 (12:14 IST)
પાટીદારો મૂર્ખ હોવા અંગે હાર્દિક પટેલે ટ્વીટ કરતાં નાયબ મુખ્યમંત્રી રીતસરનાં ભડક્યા હતા. પ્રેસ કોન્ફરન્સમાં જ તેઓ ખૂબ જ ગુસ્સે થઈ ગયા હતા. તેમજ ખૂબ જ ઉગ્ર સ્વરે અને આક્રોશભરી ભાષામાં હાર્દિક પટેલનાં 'છોતરા' કાઢ્યા હતા. જેમાં તેઓએ કહ્યું હતું કે, હાર્દિક તારા જેવો અભિમાની માણસ મે જોયો નથી. તું ક્યાંય ખોવાઈ જઈશ. રાતાપીળા થયેલા નીતિન પટેલે કહ્યું હતું કે, પાટીદાર સમાજે તને કામચલાઉ પ્રેમ આપ્યો છે. તું ખરતા તારા જેવો છે. ખરી પડીશ. તારા જેવા અનેક આવીને ક્યાંય ખોવાઈ ગયા છે. સમાજને છેતરવાનો બદલો તને મળશે. તું મ્હોં બતાવવાને લાયક પણ નહીં રહે. તું નાદાન છે. તને કાયદાકીય કોઈ જ્ઞાાન જ નથી. સમૃદ્ધ પાટીદાર સમાજને તોડવાનું કામ તે કર્યું છે. તે રોપેલા ઝેરના બીના પરિણામ સમાજે લાંબો વખત સુધી ભોગવવા પડશે. તારી ઉમર નાની છે. અમે પઢી અને સમજદાર હોવાથી ઘણું સહન કર્યું છે. અમે તારી જેમ શક્તિ પ્રદર્શન કરતા નથી. કડીમાં તારા સગાઓને પૂછી લેજે કે તેને કોને રક્ષણ આપ્યું છે. નવનિર્માણ જેવા આંદોલનમાં અનેક યુવાનોના મોત થયા હતા તે અંગે તું કેમ સવાલ ઉઠાવતો નથી.

નાયબ મુખ્યમંત્રીએ ગુસ્સા સાથે કહ્યું કે, તમે બધા જેલમાં હતા ત્યારે બહાર કાઢવા આજીજીઓ કરતા હતા. અમે તમને બધી જ મદદ કરી છે. હું પરિપકવ છું અને તું મારા પુત્ર જેવો હોઈ માફ કરીએ છીએ. તે કોંગ્રેસ સાથે સોદાબાજી કરી છે. તારી સાંઠગાંઠ બહાર ન આવે તે માટે મીડિયા સમક્ષ 'પાસ'ના નેતાઓને બોલવાની મનાઈ ફરમાવી છે. નીતિન પટેલે અંતમાં એવું કહ્યું કે, ચૂંટણી પછી સમાજ તને શોધીને પાઠ ભણાવશે. મારી સલાહ માન અને 'પાસ'ને તાળા મારીને કોંગ્રેસમાં જોડાઈ જા.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

રાહુલ ગાંધી દલિત શક્તિ કેન્દ્ર જઈને ત્રિરંગો સ્વીકારશે, વિજય રૂપાણીએ લેવાનો ઈંકાર કર્યો હતો