કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી સાથે મુલાકાતને લઈને પાટીદાર આંદોલનના આગેવાની હાર્દિક પટેલ વિવાદોમાં ઘેરાયેલ છે. જો કે હાર્દિકે આ સમાચારને ઠુકરાવતા કહ્યુ કે જે દિવસે રાહુલને મળીશ એ દિવસે ધમાકા કરીશ. તેમણે દાવો કર્યો કે હોટલમાં તેની મુલાકાત ફક્ત અશોક ગહલોત સાથે થઈ હતી. જે કોંગ્રેસના ગુજરાત પ્રભારી છે.
હાર્દિકે કહ્યુ કે ભાજપા તેમને નુકશાન પહોંચાડવાનો પ્રયાસ કરી રહી છે. તેમની પ્રાઈવેસી સંકટમાં છે. તે કોણે મળી રહ્યો છે એ કેવી રીતે સામે આવી શકે છે એ તાજ હોટલ પર પણ કેસ કરવાની તૈયારી કરી રહ્યો છે. તેમણે કહ્યુ કે તમે રાહુલ ગાંધાને પણ પૂછી લો કે તેઓ મને મળ્યા હતા કે નહોતા મળ્યા. આ સાથે જ હાર્દિકે કહ્યુ કે કોંગ્રેસ જો મારા ઉમેદવારોનુ સમર્થન કરે છે તો ઠીક છે. પણ જો બીજેપી માંથી મારા પિતાજી પણ ચૂંટણી લડે તો હુ સમર્થન નહી કરુ.
તેમણે ટ્વીટર પર ભાજપા અને પાર્ટી અધ્યક્ષ અમિત શાહના પુત્ર જય શાહને પણ નિશાના પર લેતા લખ્યુ કે મારા બેગમં શુ છે એ જોતા પહેલા જય શાહના ખાતામાં જોવુ જરૂરી છે. આ ઉપરાંત તેમણે લખ્યુ કે ભાજપાવાળા જાસૂસી કરવામાં હોશિયર છે. સંજય જોશીની સીડી અને મહિલાની જાસૂસી હવે મારી જાસૂસી કરી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે એક ન્યૂઝ ચેનલના દાવા મુજબ રાહુલ અને હાર્દિકની મુલાકાત અમદાવાદમાં આવેલ તાજ ઉમેદ હોટલના રૂમ નંબર 224માં થઈ. સીસીટીવી ફુટેજ મુજબ રૂમ નંબર 224 માંથી પહેલા હાર્દિક બહાર આવ્યા ત્યારબાદ એ જ રૂમમાંથી રાહુલ ગાંધી બહાર આવ્યા.