Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
मंगलवार, 15 अक्टूबर 2024
webdunia

ભાજપના કેટલાક કહેવાતા પાટીદાર આગેવાનો મારો વિરોધ કરે છે: હાર્દિક

ભાજપના કેટલાક કહેવાતા પાટીદાર આગેવાનો મારો વિરોધ કરે છે: હાર્દિક
, ગુરુવાર, 2 નવેમ્બર 2017 (13:07 IST)
ગુજરાતમાં છેલલા બે વર્ષથી અનામતની માગણી સાથે આંદોલન કરી રહેલા પાટીદાર નેતા હાર્દિક પટેલ સમાજના યુવાનોને ગુમરાહ કરી રહ્યો હોવાનો તથા તેની પાછળ કૉંગ્રેસનો ટેકો હોવાનો પાટીદાર સમાજના આગેવાનોએ આક્ષેપ કર્યો હતો. તેનો સણસણતો જવાબ આપતા હાર્દિક પટેલે જણાવ્યું હતું કે, ભાજપ સમર્થિત ગણ્યા ગાંઠયા કહેવાતા પાટીદાર આગેવાનો મારો વિરોધ કરી રહ્યો છે હવે મજા આવશે. પ્રાપ્ત માહિતી અનુસાર ગુજરાતમાં છેલ્લા બે વર્ષથી અનામતની માગણી સાથે પાટીદાર સમાજ આંદોલન ચલાવી રહ્યો છે.

પાટીદાર અનામત આંદોલન સમિતિ (પાસ) તથા સરદાર પટેલ ગ્રુપ (એસપીજી) બેઠળ આંદોલન ચાલી રહ્યું છે. ભાજપના સમર્થક ગણાતા પાટીદારોને મનાવવા માટે રાજયની ભાજપ સરકાર દ્વારા અનેક પ્રયાસ કરવામાં આવ્યા હતા, પરંતુ પાટીદાર સમાજની માગણી પૂરી નહીં થતા હાર્દિક પટેલ સહિતના પાટીદાર આગેવાનો દ્વારા આંદોલન વેગવંતુ બનાવાયું છે. વિધાનસભાની ચૂંટણીમાં હાર્દિક પટેલ તથા તેમના સમર્થકોએ ભાજપનો વિરોધ તેમનું વલણ સ્પષ્ટ કર્યું છે. વિવિધ આંદોલનથી ઘેરાયેલી ભાજપ હાર્દિક પટેલ અને તેમના સમર્થકોને મનાવામાં સફળ નહીં રહેતા આંદોલનને તોડી પાડવાના પ્રયાસ કરી રહી છે. દરમિયાન તાજેતરમાં જ પાટીદાર અનામત આંદોલન સાથે સંકળાયેલા વરૂણ પટેલ કેસરીયો ખેસ પહેરીને ભાજપમાં જોડાયા હતા. તેમ જ તેમણે હાર્દિક પટેલને કૉંગ્રેસનો એજન્ટ ગણાવ્યો હતો. દરમિયાન આજે પાટીદાર સમાજના કેટલાક આગેવાનોએ જણાવ્યું હતું કે, સરકારે પાટીદારોની ચાર માગણીઓ સ્વીકારી લીધી છે. અત્યારે હાર્દિક જે આંદોલન કરી રહ્યો છે તે તેનું પ્રાઇવેટ અનામત આંદોલન છે. તે સમાજના યુવાનોને ગુમરાહ કરી રહ્યો છે, તેની પાછળ કૉંગ્રેસનો ટેકો છે. આ અંગે હાર્દિક પટેલના જણાવ્યા અનુસાર ભાજપ સમર્થિત ગણ્યાગાંઠ્યા કહેવાતા પાટીદાર આગેવાનો મારો વિરોધ કરે તેનો મને વાંધો નથી. હવે વધારે મજા આવશે. પાટીદાર સમાજ મારી સાથે છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

LPGના બિલમાં રૂપાણી અને નિતીન પટેલની તસવીરનો વિવાદ, કોંગ્રેસે કરી આચારસંહિતાની ફરિયાદ