ગુજરાત વિધાનસભાની ચૂંટણીનું આખરે પરિણામ આવી ગયું છે. જેમાં ભાજપને 99 અને કોંગ્રેસને 78 બેઠકો મળી છે. ત્યારે એક વાર એવું અર્થઘટન જોઈએ કે જેમાં ભાજપ ભલે ચૂંટણી જીતે પણ તેની બેઠકોમાં સતત ઘટાડો થવા પામ્યો છે. જ્યારે ચૂંટણી હારતી કોંગ્રેસની બેઠકોમાં સતત વધારો થયો છે. આપણે અહીં 1990થી જોઈએ તો 1990માં 33 બેઠક જીત્યા બાદ કોંગ્રેસની બેઠકમાં દરેક ચૂંટણીમાં જીતની બેઠકોમાં સતત વધારો થતો ગયો છે.
છેલ્લી છ ચૂંટણીમાં કોંગ્રેસને સૌથી વધારે બેઠક 2012ની વિધાનસભાની ચૂંટણીમાં મળી હતી. ગત ચૂંટણીમાં કોંગ્રેસને 61 બેઠક મળી હતી. આ વખતે કોંગ્રેસ 1990 પછી સૌથી વધારે 79 જેટલી બેઠક મળવાની સંભાવના દેખાઈ રહી છે. આ વખતે ગુજરાતમાં પાટીદાર, દલિત અને ઠાકોર આંદોલનને કારણે કોંગ્રેસને 18 જેટલી બેઠકનો ફાયદો થયો છે. બીજી તરફ ભાજપની વાત કરીએ તો તેની બેઠકમાં 1995 પછી સતત ઘટાડો થયો છે. 2002ની ચૂંટણીમાં ભાજપને 127 બેઠક મળી હતી. ત્યાર બાદ 2007 અને 2012માં ભાજપની બેઠકો ઘટી છે. 2017ની વાત કરીએ તો ભાજપે 100ની આસપાસ બેઠક મેળવી રહી છે.