કોંગ્રેસના નેતા અર્જુન મોઢવાડિયાએ એક્ઝિટ પોલના તારણોનું ખંડન કરતાં કહ્યું હતું કે ગુજરાતમાં એક્ઝિટ પોલ ખોટા પડશે. ગુજરાતમાં કોંગ્રેસની સરકાર બનશે. એક્ઝિટ પોલે ભાજપના ઈશારે આ પ્રમાણે વર્તારા જણાવ્યા છે. અર્જુન મોઢવાડિયાએ એક્ઝિટ પોલના તારણોનું ખંડન કરતાં કહ્યું કે ગુજરાતમાં જે રીતે ચૂંટણીનો માહોલ હતો અને જેન રીતે રાહુલ ગાંધીના માર્ગદર્શનમાં ગુજરાતમાં ચૂંટણી લડાઈ તે જોતાં, આ ઉપરાંત પીએમ મોદીની સભામાં ખુરશીઓ ખાલી રહેતી હતી તે જોતા, ગુજરાતના મતદારો ગુજરાતની સાથે છે. વર્ષો પછી જ્યારે ઈન્દિરા ગાંધી હતા ત્યારે જે રીતે કોંગ્રેસના મતદાન કરવા મતદાતાઓ લાઈનો લગાવતા હતા, એ રીતે આ વખતે પણ કોંગ્રેસની તરફેણમાં મતદારોએ લાઈનો લગાવી મતદાન કર્યું છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં જ લોકોએ નક્કી કરી નાંખ્યુ હતું. ગરીબ અને મધ્યમ વર્ગે કોંગ્રેસને મત આપ્યા છે. અમીરોએ ભાજપને મત આપ્યા છે.