Dharma Sangrah

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

બી એસ એફના જવાનો માટે સંગીતમય કાર્યક્રમ કશિશ નવેમ્બરના અંતમાં

બી એસ એફ
મુંબઈ। , સોમવાર, 20 નવેમ્બર 2017 (14:47 IST)
ટીવીના પ્રસિદ્ધ એક્ટરગૌતમ ચતુર્વેદીએ કહાની ઘર ઘર કી, ઘર એક મંદિર, કુમકુમ જેવી સિરિયલો દ્વારા ટીવી ઇન્ડસ્ટ્રીમાં હંગામો મચાવ્યાબાદ છેલ્લા દસ વરસથી તેમની ઇવેન્ટ કંપની પિને ટ્રી પિક્ચર્સ દ્વારા ઇવેન્ટ મેનેજમેન્ટ, કોર્પોરેટ વર્લ્ડ માટે જાહેરખબર તથા પ્રમોશનલ ફિલ્મ વગેરેબનાવી રહ્યા છે. ઉપરાંત શો તથા સંગીતમય કાર્યક્રમ કશિશ દ્વારા પ્રતિભાશાળી ગાયિકા કનક ચતુર્વેદી સાથે મળી કરી રહ્યા છે અને એને હોસ્ટ કરશેગૌતમ ચતુર્વેદી. આ બે કલાકનો શો છે. એની ખાસિયત એ છે કે આ કાર્યક્રમ ખાસ બી.એસ.એફ. આર્મી વગેરેના જવાનો માટે બનાવી રહ્યા છે. 
બી એસ એફ

 હિન્દુસ્તાન પેટ્રોલિયમ તથા ગેલના સહયોગમાં બનાવાઈ રહ્યો છે. હવે બીએસએફના જવાનો માટે સંગીતમય કાર્યક્રમ કશિશ રાજસ્થાન અનેગુજરાતમાં નારાપેઠ (ભારત પાકિસ્તાનની સરહદ), બાડમેર, ગાંધીનગર અને ભુજમાં સીમા સુરક્ષા બલ માટે આ મહિનામાં 22 નવેમ્બરથી 28નવેમ્બર 2017 દરમ્યાન કાર્યક્રમ .યોજાશે.
 
બી એસ એફ
કનક ચતુર્વેદી એક બહુમુખી પ્રતિભાશાળી ગાયિકા છે, જે ગઝલ, સૂફી ગીત, લોકગીત, ભજન, ફિલ્મી ગીત જેવા દરેકપ્રકારનાં ગીતો ગાવામાં મહારાત હાંસિલ કરી છે. તેઓ પહેલા ગૌતમજી સાથે નાગરાતા, અખનૂર, રાજૌરી અને પુંછ વગેરે સ્થળે પણ જવાનો માટે શોકરી ચુકી છે.

   પિને ટ્રી પિક્ચર્સ પ્રાઇવેટ
લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર ગૌતમ ચતુર્વેદી છે. હાલમાં યોજાયેલા બુલેટ ટ્રેન લૉન્ચિંગ ઇવેન્ટનું મેનેજમેન્ટ ગૌતમનીએજ મેનેજ કર્યું હતું. બી.એસ.એફ.ના જવાનો માટે થનારા કાર્યક્રમ અંગે ગૌતમ ચતુર્વેદી કહે છે કે, દેશની સેનાના તમામ જવાન આપણા દેશની રક્ષામાટે સરહદ પર અડીખમ રહેતા હોય છે. તેમના મનોરંજન માટે કોઈ સાધન હોતા નથી. એટલે તેમના મનોરંજન માટે આ કાર્યક્રમ અમે કરી રહ્યાછીએ. આ અમારી તરફથી તેમને પ્રોત્સાહિત કરવા અને તેમના જોશમાં વધારો કરવાની કોશિશ છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

રાજકોટ પશ્ચિ બેઠકમાં સીએમ રૂપાણી અને કોંગ્રેસના ઈન્દ્રનીલે ઉમેદવારી પત્રક ભર્યું