બારડોલીમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ પ્રચાર અર્થે નિકળ્યાં ત્યારે બારડોલી ટાઉનહોલ ખાતે સભા અગાઉ અમિત શાહનું બાઈક રેલી દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. આ તબક્કે ઈન્કમટેક્સ સહિતના મુદ્દાઓ સાથે ખેડૂત સમાજ દ્વારા અમિત શાહને મળવાનો સમય મંગાયો હતો. પરંતુ તે ન અપાતાં ખેડૂત સમાજના પ્રમુખ સહિતના લોકોને નજરકેદ કરી દેવામાં આવ્યાં હતાં. બારડોલીમાં અમિત શાહની સભા અગાઉ એક વિશાળ બાઈક રેલી દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું.
બારડોલીમાં સાંઈ કૃષ્ણ સોસાયટીમાં અમિત શાહે ધારાસભ્યોસાથે બેઠક કરી હતી. ત્યારબાદ બારડોલી ટાઉન હોલ ખાતે શક્તિ કેન્દ્રના હોદ્દેદારોને અમિત શાહે માર્ગદર્શન આપ્યું હતું. અમિત શાહના કાર્યક્રમમાં ખેડૂત સમાજ દ્વારા સમય માંગવામાં આવ્યો હતો. જેમાં ઈન્કમટેક્સ સહિતના 37 મુદ્દાઓ હતાં. જે ન ફાળવાતાં વિરોધ થવાના અણસાર હતાં. જો કે, પોલીસે વિરોધ થાય તે અગાઉ જ તમામ પ્રમુખ સહિતના હોદ્દેદારોને નજર કેદ કરી દીધા હતાં. નજર કેદ થયેલા ખેડૂત સમાજના પ્રમુખ જયેશ પટેલ,જયેશ દેલાડ, દર્શન નાયકના નિવાસ સ્થાને પોલીસ પહેરો ગોઠવી દેવામાં આવ્યો છે