Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
मंगलवार, 15 अक्टूबर 2024
webdunia

સાયરસ મિસ્ત્રી- ટાટા ગ્રુપને હરાવનાર અરબપતિ પરિવારનો લાડકો

સાયરસ મિસ્ત્રી- ટાટા ગ્રુપને હરાવનાર અરબપતિ પરિવારનો લાડકો
, રવિવાર, 4 સપ્ટેમ્બર 2022 (18:03 IST)
આયર્લૅન્ડમાં જન્મેલા સાઇરસ મિસ્ત્રીએ લંડન બિઝનેસ સ્કૂલમાં અભ્યાસ કર્યો હતો. તેઓ પલોનજી શાપૂરજીના સૌથી નાના પુત્ર હતા. તેમનો પરિવાર આયર્લૅન્ડના સૌથી ધનિક ભારતીય પરિવારો પૈકીનો એક છે. સાઇરસે 1991માં શાપૂરજી પલોનજી ઍન્ડ કંપનીમાં કામ કરવાનું શરૂ કર્યું હતું.
 
વર્ષ 2012ના ડિસેમ્બર મહીનાવી વાત છે. રતન ટાટા ગ્રુપની આગેવાની કરનાર ટાટા સન્સને સાયરસ મિસ્ત્રીને સોંપવાની જાહેરાત કરી હતી. બરાબર 7 વર્ષ પછી, સાયરસ મિસ્ત્રી ફરી એકવાર ટાટા સન્સમાં જોડાયા અને તેને સંભાળવાની તૈયારીમાં છે. પણ આ સમયે મામલો થોડો અલગ છે. 
 
હકીકતમાં આ વખતે મિસ્ત્રીને નેશનલ કંપની લૉ અપેલીટ ટ્રાઈબ્યુનલએ ટાટા ગ્રુપના ચેયરમેન ટાટા ફરીથી કાર્યભાર સંભાળવામાં આવ્યા છે, જે રતન ટાટાની ઈચ્છા વિરુદ્ધ છે. આ નિર્ણયને પડકારવા રતન ટાટાને ચાર અઠવાડિયાનો સમય મળ્યુ છે. પરંતુ સવાલ આ છે કે આખરે સાઈરસ મિસ્ત્રી કોણ છે જેને ટાટા ગ્રુપને 
 
પરાજય કર્યુ. 
 
આ છે પલોનજી મિસ્ત્રીનો પરિવાર 
મીડિયાની લાઈમલાઈટથી દૂર રહેતા સાઈરસ મિસ્ત્રી કોઈ સાધારણ નામ નથી. તે ભારતીય મૂળના ચર્ચિત ખરબપતિ પલોનજી શાપૂરજી મિસ્ત્રીની સૌથી નાના દીકરા છે. પલોનજી મિસ્ત્રી આયરિશ મહિલાથી લગ્ન કર્યા પછી આયરલેંડના નાગરિક થઈ ગયા. આ કારણ પલોનજી શાપૂરજીના દીકરી સાઈરસ મિસ્ત્રીનો જન્મ પણ આયરલેંડમાં થયો. 
 
અહી જણાવીએ કે પલોનજી શાપૂરજીના બે દીકરા શાપૂર અને સાઈર્સ મિસ્ત્રી છે. જ્યારે બે દીકરીઓ - લૈલા અને અલ્લૂ છે. પલોનજી શાપૂરજીની દીકરી અલ્લૂના લગ્ન નોએલ ટાટાથી થઈ છે.  રતન ટાટાના સાવકા ભાઈ છે. કહેવાનો અર્થ છે કે ટાટા પરિવારથી સાઈરસ મિસ્ત્રીના પારિવારિક સંબંધ પણ છે. 
 
મિસ્ત્રી પરિવારનો વેપાર 
ભારતીય મૂળના સૌથી સફળ અને શક્તિશાળી વેપારીઓમાંથી એક 90 વર્ષના પલોનજી મિસ્ત્રીના નિયંત્રણમાં એક એવું કંસ્ટ્રકશન સામ્રાજ્ય છે કે ભારત, પશ્ચિમ એશિયા અને અક્રીફા સુધી ફેલાયો છે. તેમના દીકરાની સાથે મળીને તેની ટાટા સંસમાં પણ 18.5 ટકા ભાગીદારી છે. 
 
પેલોનજી મિસ્ત્રી જૂથના વ્યવસાયમાં કાપડથી માંડીને રિયલ એસ્ટેટ, હૉસ્પટેલિટી અને બિઝનેસ ઑટોમેશન સુધીનો વિસ્તાર છે. એસપીજી ગ્રુપમાં શાપુરજી પાલોનજી એન્જિનિયરિંગ એન્ડ કન્સ્ટ્રક્શન, એફકોન્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ફોર્બ્સ ટેક્સટાઇલ, ગોકક ટેક્સટાઇલ્સ, યુરેકા ફોર્બ્સ, ફોર્બ્સ એન્ડ કંપની, એસપી કન્સ્ટ્રક્શન મટિરિયલ્સ ગ્રુપ, એસપી રીઅલ એસ્ટેટ અને નેક્સ્ટ જનરલ જેવી કંપનીઓ શામેલ છે. ફોર્બ્સની રીઅલ ટાઇમ નેટવર્થ મુજબ, હાલમાં પલોનજી મિસ્ત્રીની સંપત્તિ 
 
15.7 અબજ ડૉલર છે.
 
આયર્લેન્ડમાં જન્મેલી, 48 વર્ષીય સાયરસ મિસ્ત્રી લંડન બિઝનેસ સ્કૂલમાંથી અભ્યાસ કર્યુ. સાયરસે 1991 માં પરિવારના પાલોનજી ગ્રુપમાં કામ કરવાનું શરૂ કર્યું. 1994 માં તેઓ શાપુરજી પાલોનજી ગ્રુપના નિદેશક તરીકે નિયુક્ત થયા હતા. સાયરસ મિસ્ત્રીના નેતૃત્વમાં, તેમની કંપનીએ ભારતમાં ઘણા મોટા રેકોર્ડ બનાવ્યા, જેમાં સૌથી ઉંચા રહેણાંક ટાવરનું નિર્માણ, સૌથી લાંબી રેલ્વે બ્રિજનું નિર્માણ અને સૌથી મોટા બંદરનું નિર્માણ શામેલ છે.
 
તેમજ ટાટા સંસના બોર્ડમાં સાઈરસ મિસ્ત્રીએ 2006માં એંટ્રી કરી. વર્ષ 2012ના ડિસેમ્બર મહીનામાં તેણે ટાટા સંસના ચેયરમેનાના રીતે કાર્ય સંભાળયું. ટાટા ગ્રુપને 18 મહીનાની શોધ પછી આ પદ માટે સાઈરસ મિસ્ત્રીની પસંદગી કરાઈ. આ પદની શોધ માટે જેઓ જવાબદાર હતા તેમનામાં બ્રિટીશ પ્રભાવશાળી ઉદ્યોગપતિ અને વોરવિક મેન્યુફેક્ચરિંગ રીંગના ડિરેક્ટર લોર્ડ સુશાંત કુમાર ભટ્ટાચાર્ય, જાણીતા વકીલ શિરીન ભરૂચા અને એન.એ. સુનાવાલા (ટાટા સન્સના વાઇસ ચેરમેન) હતા. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Chinese Fried Rice - ચાઈનીઝ પુલાવ