Ganesh Chaturthi 2022 Bhog: ભાદરવા મહિનાની ચતુર્થી તિથિ પર સુખ અને સમૃદ્ધિના દેવતા ભગવાન ગણેશનો જન્મ થયો હતો. આ ઉપલક્ષ્યમાં દર વર્ષે ઉત્સવ ઉજવાય છે. ગણેશ ઉત્સવનો તહેવાર ભાદરવા મહિનાના શુક્લ પક્ષની ચતુર્થી તિથિથી શરૂ થઈને અનંત ચતુર્દશી તિથિના દિવસે સુધી ચાલે છે. 10 દિવસ સુધી ચાલનારો આ ઉત્સવ ખૂબ ધૂમધામથી ઉજવાય છે. આ દરમિયાન ઘર અને મોટા મોટા પંડાલોમાં ભગવાન ગણેશની પ્રતિમાઓ સ્થાપિત કરવામાં આવે છે. આ વર્ષે ગણેશ ચતુર્થી 31 ઓગસ્ટ 2022ના રોજ ઉજવાશે. આ દિવસથી ગણેશ ઉત્સવ શરૂ થાય છે અને દસ દિવસ પછી એટલે કે અનંત ચતુર્દશના રોજ ગણપતિના વિસર્જન સાથે જ સમાપ્ત કરવામા આવે છે. આ 10 દિવસમાં ગણપતિ બાપ્પાને 10 જુદી જુદી વસ્તુઓનો ભોગ(નૈવેદ્ય) લગાવવામાં આવે છે. એવુ કહેવાય છે કે આ 10 દિવસ દરમિયાન ગણપતિને પ્રિય વસ્તુઓનો ભોગ લગાવવાથી ગણેશજી પ્રસન્ન થાય છે. આવો જાણીએ ગણેશ ઉત્સવ દરમિયાન બાપ્પાને કયો ક્યો નૈવેદ્ય અર્પણ કરવો જોઈએ.
ગણેશ ઉત્સવ પર બાપ્પાને લગાવો આ વસ્તુઓનો ભોગ
- ભગવાન ગણેશને મોદક ખૂબ પ્રિય છે. આવી સ્થિતિમાં ભગવાન ગણેશની જન્મજયંતિના દિવસે મોદક ચઢાવો. તેનાથી જલ્દી જ બાપ્પા ખુશ થશે.
- માન્યતાઓ અનુસાર, ગણેશ ઉત્સવના બીજા દિવસે ભગવાન ગણપતિને મોતીચૂરના લાડુ ચઢાવવા શ્રેષ્ઠ છે.
- ત્રીજા દિવસે દંત દયા વંતની પૂજામાં ચણાના લોટના લાડુ સામેલ કરવા જોઈએ.
- ભગવાન ગણેશને કેળા અર્પણ કરવું શુભ માનવામાં આવે છે. તેથી ગણેશ ઉત્સવ દરમિયાન પ્રસાદમાં કેળાના ફળ જરૂર સામેલ કરવા જોઈએ.
- ગણેશજીને મખાણાની ખીર ભાવે છે. આથી તેમને પ્રસાદ તરીકે મખાણાની ખીર ચઢાવો.
- ગણેશજીની પૂજામાં નારિયેળ અવશ્ય સામેલ કરવું.
- વિઘ્ન વિનાશક ગણેશની પૂજામાં સૂકા મેવાનાના લાડુ ચઢાવો.
- એવું માનવામાં આવે છે કે દૂધથી બનેલો કલાકંદ ભગવાન ગણેશને ખૂબ જ પ્રિય છે. પૂજામાં કલાકંદનો ભોગ લગાવો.
- ભગવાન લંબોદરને કેસરમાંથી બનાવેલ શ્રીખંડનો નૈવેદ્ય તરીકે ભોગ લગાવો.
આ ઉપરાંત, તમે વિવિધ પ્રકારના મોદક અર્પિત કરીને બાપ્પાને ખુશ કરી શકો છો.