Festival Posters

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ગણેશ ચતુર્થી - બાપ્પાની મૂર્તિ ઘરે લાવતા પહેલા રાખો કેટલીક વાતોનું ધ્યાન

ગણપતિ બપ્પા
, શનિવાર, 2 ડિસેમ્બર 2017 (16:00 IST)
સનાતન કાળથી ગણપતિની પૂજા-આરાધના થતી આવી રહી છે. મહાકવિ કાળીદાસે એમને વિદ્યા વારિધી, બુદ્ધિવિધાતા, વિઘ્નહર્તા અને મંગળકર્તા કહીને તેમનુ પ્રતિપાદિત કર્યું છે. કારણ કે શ્રીગણેશ બધા દેવતાઓમાં અગ્રપૂજ્ય છે આથી તેમને 'વિનાયક' પણ કહેવાય છે. સાધારણ પૂજન સિવાય કોઈ પણ ખાસ કાર્ય સિદ્ધિ માટે ગણપતિનુ વિશેષ ધ્યાન, જપ અને પૂજન કરાય છે. 
 
5 સપ્ટેમબર સોમવાર 2016ને સિદ્ધિ વિનાયક શ્રી ગણેશ ચતુર્થી વ્રત છે. અ દિવસ કલંક ચૌથ નામથી પણ ઓળખાય છે. આમ તો સંપૂર્ણ ભારતમાં આ તહેવાર ખૂબ ધામ-ધૂમથી ઉજવાય છે પણ મહારાષ્ટ્રમાં એનુ  વધારે મહત્વ છે. આ દિવસે ગણપતિ બપ્પાને ઘરમાં સ્થાપિત કરાય છે અને 10 દિવસ પછી એમનું  વિસર્જન થાય છે. ગણેશની પ્રતિમાને ઘરમાં લાવતા પહેલા રાખો કેટલીક વાતોનો ધ્યાન. 
'શ્રી મહાગણપતિષોડશ સ્ત્રોત માળા' માં આરાધકો માટે ગણપતિના સોળ મૂર્તિ સ્વરૂપ જણાવ્યા છે. જે જુદા-જુદા કાર્યના સાધક છે. આવો જાણી કયાં છે એ 16 રૂપ...  

બાળ ગણપતિ- આ ચતુર્ભુજ ગણપતિ છે. એમના ચારે હાથમાં કેળા, કેરી, અનાનસ, શેરડી અને સૂંંઢમાં મોદક હોય છે. આ ગણપતિ પ્રતિમા અરૂણવર્ણીય લાલ આભાયુક્ત હોય છે. નિ:સંતાન દંપતિ એમની આરાધનાથી સંતાન સુખ મેળવે છે. એવી શાસ્ત્રીય માન્યતા છે. 
ગણપતિ બપ્પા
ગણપતિ બપ્પા
તરૂણ ગણપતિ- આ ગણપતિની અષ્ટભુજા પ્રતિમા છે. એમના હાથમાં પાશ, અંકુશ, કપિત્થ ફળ, જાંબુ, તૂટેલો હાથી દાંત, ધાણની બાળી અને શેરડી વગેરે હોય છે. બાળ સૂર્યના સમાન એમની પણ હળવી લાલ આભા હોય છે. કુંવારા યુવક-યુવતિઓ એમના જલ્દી લગ્નની કામના માટે એમની આરાધના કરે છે. 

ભક્ત ગણપતિ - ગણપતિની આ પ્રતિમાના ચાર હાથ છે. જેમાં નારિયેળ, કેરી, કેળા અને ખીરનું કળશ સુશોભિત હોય છે. આ ગણપતિ પ્રતિમાનો વર્ણ પાનખરની પૂર્ણિમા સમાન ઉજ્જવલ શ્વેત હોય છે. ઈષ્ટ પ્રાપ્તિની કામના માટે  એમની આરાધના કરાય છે. 
ગણપતિ બપ્પા

વીર ગણપતિ- આ પ્રતિમા સોળ ભુજા વાળી હોય છે. એ એમના હાથમાં ક્રમશ, બેતાલ, ભાલો, ધનુષ, ચક્રાયુધ, ખડગ, ઢાળ, હથોડો, ગદા, પાશ, અંકુશ, નાગ, શૂલ, કુન્દ, કુહાડી, બાણ, અને ધ્વજા ધારણ કરેલી હોય  છે. એમની છબિ ક્રોધમય અને ભયાવહ હોય છે. શત્રુનાશ અને આત્મ સંરક્ષણના ઉદ્દેશ્યથી કરવામાં આવેલ  આરાધના તત્કાલ લાભ પહોંચાડે છે. 
ગણપતિ બપ્પા
 
ગણપતિ બપ્પા
શક્તિ ગણપતિ- આ પ્રતિમાની ડાબી તરફ સુલક્ષિત ઋષિ દેવી વિરાજમાન હોય છે. જેમના શરીરનો રંગ લીલો છે. સંધ્યાકાળની અરૂણિમાના સમાન ધૂમિલ વર્ણ વાળા આ ગણપતિને બે જ બાજુ હોય છે. જેમા તેઓ પાશ અને અંકુશ ધારણ કરે છે. સુખ-સમૃદ્ધિ અને બીજા શાંતિ કાર્યો માટે એમનું  પૂજન ખૂબ શુભ ગણાય છે. 
 

દ્વિજ વિઘ્નેશ્વર- ગણપતિની આ પ્રતિમાના ચાર મુખ અને ચાર જ ભુજાઓ હોય છે. એ એમના ડાબા હાથમાં ચોપડી, જમણા હાથમાં રૂદ્રાક્ષની જપમાળા અને બાકી બે હાથમાં કમંડળ અને યોગ દંડ ધારણ કરે છે. એમનો વર્ણ ઉજ્જ્વલ શ્વેત છે. વિદ્યાપ્રાપ્તિ અને યોગસિદ્દિ માટે સાધક લોકો એમની શરણ લે છે. 
ગણપતિ બપ્પા

 

સિદ્ધિ પિંગલ ગણપતિ- શ્રી સંસ્મૃતિ નામક દેવીના સાથે પ્રતિષ્ટિપિત આ ગણપતિ વિગ્રહના આઠ હાથમાં થી બે વરદ અને અભયમુદ્રા પ્રદર્શિત કરે છે. શેષ છહ હાથમાં એ કેરી, પુષ્પ, ગુક્છો, ઈખ, તલથી બનેલા મોદક, પાશ અને અંકુશ ધારણ કરે છે. સ્વર્ણિમ વર્ણ વાળા આ ગણપતિ સ્વરૂપને પિંગલ વિઘ્નેશ્વર પણ કહેવાય છે. કોઈ પણ શુભ કાર્યમાં સફળટા મેળવા માટે ગણપતિના આ વિગ્રહની આરાધના કરાય છે. આ તરત સિદ્ધિ પ્રાદન કરાવ માટે પ્રસિદ્ધ છે.
ગણપતિ બપ્પા

 
ઉચ્છિષ્ઠ ગણપતિ- છહ બાજુથી યુક્ત આ ગણપતિ વિગ્રહ એમના ડાબા હાથમાં વીણા , જમણા હાથમાં રૂદ્રાક્ષ માળા અને બાકીના ચાર હાથમાં કમલ પુષ્પ, દાડમ, ધાનની બાળી અને પાશ સંભાળે છે. લીલાછમ કાળા રંગની આ પ્રતિમા ઉભા ગણપતિની છે. કાર્યસિદ્ધિ અને એમના આરાધ્યના વિઘ્ન અને શત્રુનાશ માટે આ ગણપતિ ઉતાવળા રહે છે. 
ગણપતિ બપ્પા

વિઘ્નરાજ કે ભુવનેશ ગણપતિ- સ્વર્ણિમ શરીર અને બાર ભુજાઓથી યુક્ત આ ગણપતિની પ્રતિમા એમના હાથમાં ક્રમશ ઈખ, પુષ્પ, ધનુષ, બાણ, કુહાડી, પાશ, અંકુશ, ચક્ર, હાથી, દાંત, ધાનબી બાળી અને ફૂલની લડી રહે છે. એમનો પૂજન કોઈ પણ શુભ કાર્યના પ્રારંભમાં કરવું ખોબ લાભદાયક હોય છે. 
ગણપતિ બપ્પા
 

ક્ષિપ્ર ગણપતિ- ચતુર્ભુજ રૂપવાળા આ ગણપતિ વિગ્રહ એમના ચારે હાથમાં હાથી દાંત, કલ્પલતા, પાશ અને અંકુશ ધારણ કરેલ છે. એમની આકૃતિ ઉભા રૂપમાં હોય છે. એ એમની સૂંંઢમા રત્નજડિત કળશ ઉઠાવે  છે. એમનો રંગ તેજ લાલ હોય છે. ધન, સંપતિ અને કીર્તિ દાન કરવામાં આ ખૂબ સમર્થ ગણાય છે. 
ગણપતિ બપ્પા
 
ગણપતિ બપ્પા
લક્ષ્મી ગણપતિ- ગણપતિની આ પ્રતિમાના બન્ને પાશ્ર્વોમાં રિદ્ધિ-સિદ્ધિ નામની બે દેવીઓ વિરાજમાન હોય છે. એમની આઠ હાથમાં પોપટ, દાડમ, કમળ મણિજડિત કલશ, પાશ, અંકુશ, કલ્પલતા અને ખડગ શોભિત છે. દેવીઓમાં નીલ કુમુદ હોય છે . સુખ, સમૃદ્ધિની કામનાપૂર્ણ કરવા માટે લક્ષ્મી ગણપતિ ખૂબ પ્રસિદ્ધ છે. 
 

મહાગણપતિ- દ્વાદશ બાજુવાળા મહાગણપતિ ખૂબ સુંદર, ગજવદન, ભાલ પર ચન્દ્ર કલાધારી, તેજસ્વી, ત્રણ નેત્રોથી યુક્ત અને કમળ પુષ્પ હાથમાં લીધેલ ક્રીડા કરતી દેવીને ખોડામાં ઉઠાવી ખૂબ પ્રસન્ન મુદ્રામાં અધિષ્ઠિત છે. એમના હાથમાં દાડમ,ગદા, શેરડી, ધનુષ,ચક્ર, કમળ, પાશ, નેપતલ, પુષ્પ , ધાનની વેળ અને હાથી દાંત છે. 
ગણપતિ બપ્પા
 

વિજય ગણપતિ- અરૂણ વર્ણી સૂર્ય કાંતિથી યુક્ત અને ચાર ભુજાવાળા વિજય ગણપતિની આ પ્રતિમા તમારા હાથમાં પાશ, અંકુશ, હાથી દાંત અને કેરી લીધેલ છે. મૂષક પર આરૂઢ આ વિજય ગણપતિ પ્રતિમા કલ્પવૃક્ષ નીચે બેસેલી છે. એમના કોઈ પણ મંગળ પ્રયાસમાં વિજયની કામનાથી વિજય ગણપતિની આરાધના કરાય છે. '
ગણપતિ બપ્પા
 

 
નૃત્ય ગણપતિ- પીળા વર્ણની દેહવાળી આ પ્રતિમાના સ્વરૂપ છ બાજુઓથી યુક્ત છે. હાથોમાં પાશ, અંકુશ, પુઆ, મૂસળ અને હાથી દાંત છે.  છ્ટમા હાથથી તાળ -લય મુજબ એમની સૂંંઠને થપથપાતા સંગીતનો આનંદ લેવાની મુદ્રામાં એક પગ પર્ ઉભેલા બીજા પગને નૃત્યની મુદ્રામાં ઉઠાવી પ્રસન્ન મનથી નૃત્ય કરી રહ્યા છે. ગણપતિની આ પ્રતિમા સુખ, આનંદ કીર્તિ અને કળામાં સફળતા પ્રદાન કરે છે.  
ગણપતિ બપ્પા
 

ઉધ્ર્વ ગણપતિ- આ ગણપતિ વિગ્રહની આઠ બાજુઓ છે. દેહનો વર્ણ સ્વર્ણિમ છે. હાથમાં નીલોત્પલ, કુસુમ, ધાનની વેળ, કમળ, શેરડી, ધનુષ, બાણ, હાથી દાંત અને ગદાયુદ્ધ છે. એમના જમણા તરફ લીલા રંગથી સુશોભિત દેવી પણ છે. જે પણ માણસ ત્રિકાળ સંધ્યાઓમાં આ ગણપતિ વિગ્રહોમાંથી કોઈને પણ ભક્તિપૂર્વક ઉપાસના કરે છે. એ એમના શુભ પ્રયત્નમાં સર્વદા વિજયી રહે છે.  
ગણપતિ બપ્પા

 
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

નાની-નાની વાતોથી પણ ખુશ થઈ જાય છે શનિદેવ- જાણો આ 10 વાત !!