Webdunia - Bharat's app for daily news and videos

Install App

મહત્વ ગુમાવતો મિત્રતા દિવસ

પારૂલ ચૌધરી
W.D
ફ્રેંડશીપ ડેને વર્ષોથી લોકો ઉજવતાં આવી રહ્યાં છે. આજથી વર્ષો પહેલાં જ્યારે આ દિવસની ઉજવણી કરવામાં આવતી હતી ત્યારે કદાચ લોકો આ દિવસને માત્ર મિત્રતા દિવસ તરીકે જ ઉજવતાં હતાં. તેઓ આ દિવસને કોઈ અન્ય લાગણી સાથે જોડતાં ન હતાં.

પરંતુ આજે ફ્રેંડશીપ ડેનું જે મહત્વ ઘટી રહ્યું છે તેનું કારણ તે છે કે આજના યુવાનો તેને સાચા અર્થમાં લઈ રહ્યાં નથી. યુવાનો માટે ફ્રેંડશીપ ડે એટલે કોઈને પ્રપોઝ કરવાનો દિવસ બની ગયો છે. પોતાના ખિસ્સાની અંદર ફ્રેંડશીપ બેલ્ટનો જથ્થો લઈને ફરતાં યુવાનો ન જાણે કેટલીય યુવતિઓને ફ્રેંડશીપ બેલ્ટ બાંધે છે અને ત્યાર બાદ પોતાની માળાજાળમાં ફસાવીને તેમની ભાવનાઓની સાથે ચેડા કરે છે. આવું ફક્ત યુવાનો જ કરે છે તેવું નથી પરંતુ આવુ કરવામાં હવે તો યુવતીઓ પણ પાછળ નથી.

ફ્રેંડશીપ ડેનો અર્થ છે કે આજના દિવસે તમે તમારા મિત્રની વધારે નજીક જાવ, તેને સારી રીતે જાણો અને તેના સુખ દુ:ખમાં ભાગીદાર થાવ. તમને તેના માટે એક મિત્ર તરીકે કેટલો પ્રેમ છે તે દર્શાવો. પછી ભલેને તમારો મિત્ર છોકરો હોય કે છોકરી અને તે ગમે તે ઉંમરનો હોઈ શકે છે. મિત્ર બનાવવા માટે કોઈ સીમા બંધન હોતા નથી. મિત્ર આપણા જીવનનો એક એવો ખુણો છે કે જો તે ના હોય તો જીંદગીમાં અંધારૂ જ અંધારૂ હોત. તેની સામે આપણે દરેક પ્રકારની આપણી લાગણીઓને ઠાલવી શકીએ છીએ. આપણા ભારે હૈયાને શાંત કરી શકીએ છીએ. જીવનના દરેક સુખ દુ:ખની અંદર તે આપણી સાથે એક પડછાયાની જેમ ઉભો રહે છે. જો જીવનમાં કોઈ મોટી આપત્તિ આવી પડે તો આપણને સાંત્વના આપે છે.

તો પછી જીવનની અંદર આટલુ બધું મહત્વ ધરાવતાં એવા આપણા પરમ મિત્રને ફક્ત એક મિત્ર જ રહેવા દઈને તેની મિત્રતાને હંમેશા આપણા માટે વધારે મહત્વની બનાવી દેવી જોઈએ.

જરૂર વાંચો

Kargil Vijay Diwas -કારગિલ યુદ્ધ કેવી રીતે શરૂ થયું

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

ધર્મ

Dev Diwali 2024: દેવ દિવાળી પર જરૂર અજમાવો આ ઉપાયો, ધનથી ભરાઈ જશે તિજોરી, ભાગ્ય પણ આપશે સાથ

Kartik Purnima 2024 - આ વર્ષે કારતક પૂર્ણિમાનો તહેવાર ક્યારે છે? જાણો શુભ મુહુર્ત, પૂજા વિધિ અને મહત્વ

Dev diwali 2024 - દેવ દિવાળી એટલે શિવ દિવાળી

Gurudwara Nanak Piao - ગુરુનાનક એ અહીં ખારા પાણીને મોરું પાણીમાં ફેરવવાનો ચમત્કાર

Kartik Purnima 2024: 15 નવેમ્બરે છે કારતક પૂર્ણિમા અને દેવ દિવાળી, આ દિવસે તમારી રાશિ પ્રમાણે કરો આ વસ્તુઓનું દાન, જીવનની તમામ સમસ્યાઓ થશે દૂર

Show comments