Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
मंगलवार, 15 अक्टूबर 2024
webdunia

કરવા ચોથની વ્રત કથા (સાંભળો વીડિયો)

ગુજરાતી કરવા ચોથ વ્રત કથા

કરવા ચોથની વ્રત કથા (સાંભળો વીડિયો)
કરવા ચોથ એક નારી પર્વ છે. આ વ્રતને સૌભાગ્યશાળી સ્ત્રીયો તેમજ તે જ વર્ષે વિવાહિત થયેલી છોકરીઓ કરે છે. આ દિવસે મુખ્ય રીતે ગૌરી અને ગણપતિની પૂજા કરવામાં આવે છે. શિવ-કાર્તિકેય અને ચંદ્રનું પૂજન પણ થાય છે. આ વ્રતમાં વ્રત કથા સાંભળવાનું વિધાન છે. તમે કોઈ પણ કથાને સાંભળશો કે વાંચશો તો ફળ તો તમને એક જેવું જ મળશે.

વ્રત કથા

webdunia
બહુ સમય પહેલાની વાત છે, એક શાહકારના સાત છોકરાઓ અને તેમની એક બહેન કરવા હતી. બધા સાત ભાઈ પોતાની બહેનને ખૂબ જ પ્રેમ કરતા હતા. એટલા સુધી કે પહેલા તેને જમાડતાં પછી પોતે જમતા. એક વાર તેમની બહેન સાસરેથી પિયરમાં આવેલી હોય છે.

સાંજે જ્યારે ભાઈઓ તેમનો વેપાર વ્યવસાય બંધ કરી ઘર આવે છે તો તેમની બહેન ખૂબ જ વ્યાકુળ હતી. બધા ભાઈ જમવા બેસ્યા અને પોતાની બહેનને પણ જમવા બેસવાનો આગ્રહ કરવા લાગ્યા. પણ બહેને કહ્યુ કે આજે તેનુ કરવા-ચોથનુ નિર્જલ વ્રત છે. અને તે ચદ્ર જોઈને તેને અર્ધ્ય આપીને જ જમી શકે છે. હજુ સુધી ચદ્ર નીકળ્યો નથી તેથી તે ભૂખ-તરસથી વ્યાકુળ થઈ જાય છે.



સૌથી નાના ભાઈથી બહેનની હાલત ન જોવાઈ, અને તેણે દૂર પીપળાના ઝાડ પર એક દિવો સળગાવી, ચાયણીની ઓટમાં મુકી દે છે. દૂરથી જોતા એવુ લાગે છે જાણે કે ચોથનો ચદ્ર નીકળ્યો છે.

તે પછી ભાઈ પોતાની બહેનને જણાવે છે કે ચદ્ર નીકળી ગયો છે, તુ તેને અર્ધ્ય આપીને ભોજન કરી શકે છે. બહેન ખુશ થઈને સીડી પર ચઢીને ચંદ્રને જુએ છે, અને તેને અર્ધ્ય આપીને જમવા બેસી જાય છે.

તે પહેલો ટુકડો મોઢામાં મુકવા જાય છે તો તેને છીંક આવી જાય છે. અને બીજો ટુકડો મુકવા જાય છે તો તેમાં વાળ આવી જાય છે.
અને જેમ તેમ કરીને ત્રીજો ટુકડો મુકવા જાય છે ત્યાં તેને તેના પતિના મૃત્યુના સમાચાર મળી જાય છે. તે ગભરાઈ જાય છે કે આજના દિવસે આવું કેમ થયુ. તેની ભાભીઓ તેને હકીકતની જાણ કરે છે કે કરવા ચોથનુ વ્રત ખોટી રીતે તૂટ્યુ તેથી ઈશ્વરે નારાજ થઈને આ સજા આપી છે.

હકીકત જાણ્યા પછી તેણે નક્કી કર્યુ કે તે પોતાના પતિના અંતિમ સંસ્કાર નહી કરે. તેને જીવતો કરીને રહેશે. તે એક વર્ષ સુધી પતિના શબ પાસે બેસી રહે છે. તેની દેખરેખ કરે છે. તેના પર ઉગનારી ઘાસને તે એકઠી કરતી જાય છે.

એક વર્ષ પછી કરવા ચોથનો દિવસ આવે છે. તેની બધી ભાભીયો કરવા ચોથનું વ્રત રાખે છે. જ્યારે ભાભીઓ તેની પાસે આશીર્વાદ લેવા આવે છે ત્યારે પ્રત્યેક ભાભી પાસેથી 'યમ સૂઈ લઈ લો, પિય સૂઈ દે દો, મને પણ તમારા જેવી સુહાગન બનાવી દો' એવો આગ્રહ રાખે છે. પણ દરેક ભાભી તેને બીજી ભાભી જોડે આવો આશીર્વાદ લેવાનો આગ્રહ કરીને જતી રહે છે.

આવી રીતે જ્યાર છઠી ભાભીનો નંબર આવે છે ત્યારે કરવા તેમની પાસે પણ એ જ વાત કહેવાનો આગ્રહ રાખે છે. તે ભાભી કહે છે કે તારો સુહાગ નાના ભાઈની ભૂલને કારણે ગયો છે તો તુ તેની પાસેથી જ આ આશીર્વાદ લે અને જ્યાં સુધી તે ન માને ત્યાં સુધી છોડીશ નહી. કરવા એવું જ કરે છે. તેની નાની ભાભી ઘણા બહાના બતાવે છે પણ કરવા તેને છોડતી જ નથી, આથી છેલ્લે તેના વ્રત અને તપસ્યાથી પીગળીને પોતાની નાની આંગળીને ચીરીને તેમાથી અમૃત તેના પતિના મોઢામાં નાખી દે છે. કરવાનો પતિ તરત જ શ્રીગણેશ-શ્રીગણેશ કહીને ઉભો થાય છે. આ રીતે પ્રભુની કૃપાથી તેની નાની ભાભીના મારફતે કરવાને પોતાનો સુહાગ ફરી મળે છે.

હે શ્રી ગણેશ જે રીતે કરવાને ચિર સુહાગનનું વરદાન મળ્યુ,તેવી જ રીતે બધી સુહાગનોને મળે.

 


Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

આજે સંકટ ચતુર્થી પર કરો આટલા કામ.. શ્રી ગણપતિ પુરા કરશે તમારા સર્વ કામ