સામગ્રી - બાફેલા બટાકા 400 ગ્રામ
ગાજર 40 ગ્રામ
આદુ - 1 મોટી ચમચી
લીલા મરચા - 1 ચમચી
ધાણા - 1 ચમચી સમારેલા
સાબુદાણા - 170 ગ્રામ
શિંગોડાનો લોટ 90 ગ્રામ
સીંગદાણાનો ભૂકો - 60 ગ્રામ
કાળા મરચા - 1 ચમચી
સેંધાલૂણ - 1 ચમચી
બનાવવાની રીત - એક વાડકીમાં બધી સામગ્રી નાખીને સારી રીતે મિક્સ કરો.
- હવે આ મિશ્રણમાંથી એક લૂવા જેટલુ મિશ્રણ ઉઠાવીને હાથમાં તેલ લગાવીને તેને ગોળ સિલેંડર શેપ બનાવો.. તેમા સ્ટિક નાખીને બધી બાજુથી દબાવી લો..
- કઢાઈમાં તેલ ગરમ કરો અને તેમા તૈયાર કબાબને સોનેરી થતા સુધી કુરકુરા તળો..
- તમારા સાબુદાણા કબાબ તૈયાર છે.. તેને ગરમા ગરમ પીરસો.